પીઓમ નરેન્દ્ર મોદીએ કાશી-મહાકાલ એક્સપ્રેસને લીલી ઝંડી આપી

17 February, 2020 12:04 PM IST  |  Varanasi

પીઓમ નરેન્દ્ર મોદીએ કાશી-મહાકાલ એક્સપ્રેસને લીલી ઝંડી આપી

કાશી-મહાકાલ એક્સપ્રેસ

ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કૉર્પોરેશનની ત્રીજી પ્રાઈવેટ ટ્રેન છે, જે ઈન્દોરથી વારાણસી વચ્ચે દોડાવવામાં આવશે. આ ટ્રેનને કાશી મહાકાલ એક્સપ્રેસના નામથી દોડાવવામાં આવશે. ૧૬ ફેબ્રુઆરીએ રવિવારે ત્રણ જ્યોતિર્લિંગ-બાબા વિશ્વનાથ, મહાકાલેશ્વર અને ઓમકારેશ્વરને જોડતી કાશી મહાકાય એક્સપ્રેસને વડા પ્રધાન મોદીએ લીલી ઝંડી બતાવી હતી. આ હમસફર ક્લાસની વિશેષ ટ્રેન છે. યાત્રા દરમ્યાન મુસાફરોને ભક્તિમય માહોલ મળે તે માટે તેમાં ભજન-કીર્તન પણ વગાડવામાં આવશે. બોગીની ગતિવિધિ પર નજર રાખવા માટે સીસીટીવીને ‘લાઈન મોનિટરિંગ સિસ્ટમ’ સાથે જોડવામાં આવ્યા છે. ટ્રેનમાં ૯ એસી-થ્રી કોચ, પેન્ટ્રીકાર, ૨ બ્રેકવાન કોચ રહેશે. જરૂર મુજબ તેની સંખ્યા વધારાશે. ટ્રેનમાં તેજસની જેમ ક્રૂ મેમ્બર યુવતીઓ નહીં હોય.

ટ્રેનનું નિયમિત સંચાલન ૨૦ ફેબ્રુઆરીથી શરૂ થશે.દરેક કોચમાં ૫ સુરક્ષા કર્મચારી હશે, કુલ ૧૦૮૦ બેઠકો હશે. ટ્રેનનું ઓછામાં ઓછું ભાડું ૧૬૨૯ રૂપિયા છે.

આ ટ્રેન વારાણસીથી અઠવાડિયાના બે દિવસ મંગળવાર અને ગુરુવારે દોડશે. તે લખનઉ, કાનપુર, બીમા, ભોપાલ, ઉજ્જેન થઈને ઈન્દોર પહોંચશે.

ટ્રેનમાં ખાણી-પીણી માટે ૩૦૦ રૂપિયા ચૂકવવાના રહેશે. દરેક બોગીમાં કૉફી અને ચા માટેના વેન્ડિંગ મશીન રહેશે. તેના માટે પૈસાની ચુકવણી કરવાની રહેશે નહીં.

ઈન્દોરથી આ ટ્રેન બુધવારે અને શુક્રવારે ઉપડશે. તે ઉજ્જેન, સંત હિરદારામ નગર (ભોપાલ), બીના, કાનપુર અને લખનઉ થઈને વારાણસી પહોંચશે.

વારાણસી-ઈન્દોર વાયા અલ્હાબાદ-કાનપુર ટ્રેન રવિવારે દોડશે. સોમવારે ઈન્દોર પહોંચશે.

દર સોમવારે ઈન્દોર, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીમા, કાનપુર થઈને વારાણસી પહોંચશે.

varanasi national news narendra modi