મેટ્રો પ્રોજેક્ટના ઉદ્ઘાટનમાં વડાપ્રધાને કોરોના વેક્સિન અંગે કહ્યું આ

07 December, 2020 04:04 PM IST  |  Agra | Gujarati Mid-day Online Correspondent

મેટ્રો પ્રોજેક્ટના ઉદ્ઘાટનમાં વડાપ્રધાને કોરોના વેક્સિન અંગે કહ્યું આ

તસવીર સૌજન્ય: ટ્વીટર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ આજે આગ્રા મેટ્રો રેલ પરિયોજનાના નિર્મણકામનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદઘાટન કર્યું હતું. 8,000 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા બે કોરિડોરવાળા આ પ્રોજેક્ટથી પ્રવાસીઓને મદદ મળશે. આ યોજના દ્વારા ટૂરિસ્ટ સ્પોટ, જેમ કે તાજમહેલ, આગ્રા ફોર્ટ, સિકંદરાને રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડથી જોડવામાં આવશે. આગ્રાના 15 બટાલિયન પીએસી પરેડ મેદાનમાં ઉદઘાટન કાર્યક્રમ કરવામાં આવશે. આજના સંબોધનમાં વડાપ્રધાને વેક્સિન અને ચૂંટણીઓ મુદ્દે નિવેદન આપ્યું.

વડાપ્રધાને કહ્યું હતું કે, સદીઓથી ઐતિહાસિક આ શહેર હવે એકવીસમી સદીમાં કદમતાલ કરવા માટે તૈયાર થઇ ગયું છે. આઠ હજાર કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટથી આગ્રામાં સ્માર્ટ સુવિધાઓથી જોડાયેલા મિશન મજબૂત બનશે. હૈદરાબાદમાં ગરીબ અને મધ્યમ વર્ગે સરકારને આશીર્વાદ આપ્યો છે અને તમારો સાથ જ અમારી પ્રેરણાશક્તિ છે.

આગ્રામાં સ્માર્ટ સુવિધા વિકસિત કરવા માટે પહેલેથી જ લગભગ 1000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. આધુનિક સુવિધા અને આધુનિક કનેક્ટિવિટી મળવાથી પશ્ચિમ યુપીનું સામાર્થ્ય વધુ વધી રહ્યું છે. દેશની પ્રથમ રેપિડ રેલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ મેરઠથી દિલ્હીની વચ્ચે બની રહી છે. દિલ્હી-મેરઠની વચ્ચે 14 લેનનો એક્સપ્રેસ-વે પણ ઝડપથી આ ક્ષેત્રના લોકોને સેવા આપવા લાગશે.

આ કાર્યક્રમમાં કોરોના વાયરસની વેક્સિન અંગે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કોરોના વાયરસની રસીની રાહ જોવામાં આવી રહી છે અને પાછલા દિવસોમાં જ્યારે હું વૈજ્ઞાનિકોને મળ્યો હતો અને હવે રસી મળવામાં વધારે સમય નહીં લાગે. સંક્રમણથી બચવા માટે આપણી સાવધાનીમાં કોઈ જ કમી આવવી જોઈએ નહીં. માસ્ક અને દો ગજ કી દૂરી અત્યંત જરૂરી છે.

તેમણે વધુમાં કહ્યું કે, દેશની દીકરીઓ, યુવાનો અને દેશના શ્રમિકો-ખેડૂતો તથા વેપારીઓનો વિશ્વાસ દરેક ચૂંટણીઓમાં દેખાઈ રહ્યો છે. યુપી સહીત દેશના અનેક જગ્યાઓ પર ચૂંટણીઓ થઇ છે જેમાં લોકોને વિશ્વાસ ઝળકી રહ્યો છે.

national news agra narendra modi