વિલંબની નીતિ દ્વારા વડા પ્રધાન ખેડૂતોને થકવી નાખવા માગે છે: રાહુલ

16 January, 2021 12:52 PM IST  |  New Delhi | Agency

વિલંબની નીતિ દ્વારા વડા પ્રધાન ખેડૂતોને થકવી નાખવા માગે છે: રાહુલ

રાહુલ ગાંધી

કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘વડા પ્રધાનને ખેડૂતો પ્રત્યે સહેજ પણ માનની લાગણી નથી. તેઓ ખેડૂત સંગઠનોને કૃષિ કાયદા બાબતે વારંવાર મંત્રણા માટે બોલાવીને વિલંબની નીતિ અપનાવી રહ્યા છે. વડા પ્રધાન મંત્રણાઓના દોર વધારી અને લંબાવીને ખેડૂતોને થકવીને આંદોલનને તોડી નાખવા ઇચ્છે છે.’

નવી દિલ્હીના જંતર મંતર વિસ્તારમાં કેન્દ્રના નવા કૃષિ કાયદા વિરુદ્ધ કૉન્ગ્રેસના વિરોધ-પ્રદર્શન દરમ્યાન રાહુલ ગાંધીએ ઉપરોક્ત ટિપ્પણી કરી હતી. એ વિરોધ-પ્રદર્શન વેળા કૉન્ગ્રેસના પૂર્વ-ઉત્તર પ્રદેશનો અખત્યાર સંભાળતાં મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા તેમ જ પક્ષના કેટલાક સંસદસભ્યો ઉપસ્થિત હતા.

rahul gandhi national news new delhi narendra modi