એક વર્ષ બાદ ઉત્તર પ્રદેશની પ્રાઇમરી સ્કૂલો ફરી શરૂ થઈ

02 March, 2021 10:53 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

એક વર્ષ બાદ ઉત્તર પ્રદેશની પ્રાઇમરી સ્કૂલો ફરી શરૂ થઈ

પ્રતીકાત્મક તસવીર

લગભગ એક વર્ષ પછી ગઈ કાલથી ઉત્તર પ્રદેશમાં પ્રાઇમરી શાળાઓ ફરી શરૂ થઈ હતી. બાળકો મર્યાદિત સંખ્યામાં આવ્યાં હતાં તથા તેમના જીવનમાંથી ઉત્સાહ અને હાસ્ય વિલાઈ ગયાં હતાં. બાળકોના સ્વાગત માટે શાળાઓને શણગારવામાં આવી હતી તેમ જ શિક્ષકોએ શાળાના  વિદ્યાર્થીઓને મીઠાઈ અને ફૂલો આપીને આવકાર્યાં હતાં.

લખનઉની શાળાઓમાં વર્ગો શિફ્ટમાં ચલાવાતા હતા. શાળાઓ માટે કોરોના વાઇરસ માર્ગદર્શિકાનું પાલન ફરજિયાત હતું. શાળાઓને નિયમિત રીતે સૅનિટાઇઝ કરવામાં આવતી હતી તેમ જ વિદ્યાર્થીઓએ માસ્ક પહેરીને હાજર રહેવાનું હતું.

national news uttar pradesh