રાષ્ટ્રપતિ અને PM મોદી સહિત તમામ દિગ્ગજોએ આપી વાજપેઇને શ્રદ્ધાંજલિ

25 December, 2020 11:17 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

રાષ્ટ્રપતિ અને PM મોદી સહિત તમામ દિગ્ગજોએ આપી વાજપેઇને શ્રદ્ધાંજલિ

તસવીર સૌજન્ય જાગરણ

આજે એટલે કે 25 ડિસેમ્બરના દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇની જયંતી ઉજવવામાં આવી રહી છે. પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેઇની આજે જયંતીના અવસરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ દિગ્ગજોએ દિલ્હીના સદૈવ અટલ સ્મારક પહોંચીને પૂર્વ પીએમ વાજપેઇને શ્રદ્ધાંજલિ આપી. જણાવવાનું કે ભારતીય જનતા પાર્ટી દેશના અનેક ભાગમાં આ કાર્યક્રમ ઉજવી રહી છે.

ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, નાણાંમંત્રી નિર્મલા સીતારમણ, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે પણ દિલ્હીના સદૈવ અટલ સ્મારક પહોંચીને પૂર્વ પીએમ વાજપેઇને શ્રદ્ધાંજલિ અર્પિત કરી.

ટ્વીટ કરી પીએમ મોદીએ કહ્યું - અટલજીએ દેશને એક ઊંચા મુકામે પહોંચાડ્યો
જણાવવાનું કે આ ખાસ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને તમામ દિગ્ગજોએ તેમને નમન કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતા લખ્યું, "પૂર્વ વડાપ્રધાન આદરણીય અટલ બિહારી વાજપેઇજીને તેમની જન્મ-જયંતી પર શત-શત નમન. પોતાના દૂરદર્શી નેતૃત્વમાં તેમણે દેશને વિકાસની અભૂતપૂર્વ ઉંચાઇઓ પર પહોંચાડ્યો. એક સશક્ત અને સમૃદ્ધ ભારતના નિર્માણ માટે તેમના પ્રયત્નોને હંમેશાં યાદ કરવામાં આવશે."

અમિત શાહે પણ કર્યું નમન
આની સાથે જ ગૃહ મંત્રી અમિત શાહે પણ અટલ બિહારીને યાદ કરતા એક ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું, "વિચારધારા-સિદ્ધાંતો પર આધારિત રાજનીતિ તેમજ રાષ્ટ્ર સમર્પિત જીવનથી ભારતમાં વિકાસ, ગરીબ કલ્યાણ અને સુશાસનના યુગની શરૂઆત કરનારા ભારત રત્ન આદરણીય અટલ બિહારી વાજપેઇની જયંતી પર કોટિ કોટિ નમન. અટલજીની કર્તવ્યનિષ્ઠા તેમજ રાષ્ટ્રસેવા અમારી માટે સદૈવ પ્રેરણાનું કેન્દ્ર રહેશે."

જણાવવાનું કે અટલ જયંતીના અવસરે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ 6 રાજ્યોના 9 કરોડ ખેડૂતો સાથે સંવાદ કરશે. આ દરમિયાન પીએમ મોદી ખેડૂત સમ્માન નિધિ યોજનાના હપ્તા જાહેર કરશે સાથે જ દેશના જુદાં-જુદાં કેન્દ્રીય મંત્રી ખેડૂતો વચ્ચે રહેશે. અમિત શાહ મહરૌલીમાં, રાજનાથ સિંહ દ્વારકામાં, નિર્મલા સીતારમણ, રંજીત નગરમાં રહેશે, જ્યારે અન્ય મંત્રી દેશનાં જુદાં-જુદાં વિસ્તારોમાં રહેશે.

national news ram nath kovind rajnath singh nirmala sitharaman narendra modi atal bihari vajpayee amit shah