રાષ્ટ્રપતિ, અમિત શાહ અને રાહુલ ગાંધીએ ૨૬/૧૧ના શહીદોને શ્રદ્ધાંજલિ આપી

27 November, 2021 10:30 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને કૉન્ગ્રેસ લીડર રાહુલ ગાંધીએ ૨૬/૧૧ના હુમલામાં મૃત્યુ પામનારાઓને અંજલિ અર્પી હતી. 

ફાઇલ ફોટો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને કૉન્ગ્રેસ લીડર રાહુલ ગાંધીએ ૨૬/૧૧ના હુમલામાં મૃત્યુ પામનારાઓને અંજલિ અર્પી હતી. 
અમિત શાહે ટ્વીટ કર્યું હતું કે ‘મુંબઈ ૨૬/૧૧ના આતંકવાદી હુમલામાં પ્રાણ ગુમાવનારાઓને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપું છું અને એ તમામ સુરક્ષાકર્મીઓના સાહસને સલામ કરું છું કે જેમણે કાયરતાપૂર્ણ હુમલાઓમાં આતંકવાદીઓનો બહાદુરીથી સામનો કર્યો હતો.’
કોવિંદે ટ્વીટ કર્યું હતું કે ‘૨૬/૧૧ના પીડિતો અને શહીદો પ્રત્યે મારી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ. પોતાની ફરજ માટે પોતાના જીવનનું બલિદાન આપનારા સુરક્ષા દળોની બહાદુરી અને બલિદાન માટે દેશ હંમેશાં ઋણી રહેશે.’
રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે ‘સરહદ પર મુશ્કેલ હવામાનમાં 
પ​રિવારથી દૂર રહીને દેશનું રક્ષણ કરે છે. પરિવાર, ગામ અને દેશની શાન છે. આવા મારા દેશના જવાન છે. મુંબઈ ટેરર અટૅક્સમાં આતંકવાદીઓનો સામનો કરનારા વીરોને નમન.’

national news the attacks of 26/11 26/11 attacks