પ્રી-પેઇડ મોબાઇલ યુઝર્સ હવે ૫૦ રૂપિયા ચૂકવીને બિલ મેળવી શકશે

07 January, 2012 07:00 AM IST  | 

પ્રી-પેઇડ મોબાઇલ યુઝર્સ હવે ૫૦ રૂપિયા ચૂકવીને બિલ મેળવી શકશે

 

ટ્રાઇએ મોબાઇલ યુઝર્સ અને મુખ્યત્વે પ્રી-પેઇડ કન્ઝ્યુમર્સ માટે ૨૦૧૨ માટે બહાર પાડવામાં આવેલા ટેલિકૉમ કન્ઝ્યુમર્સ પ્રોટેક્શન રેગ્યુલેશન હેઠળ જણાવ્યું છે કે જો તેઓ તેમનું આઇટમ પ્રમાણે બિલ મેળવવા માગતા હોય તો એ માટે મોબાઇલ ઑપરેટર કંપનીને રિક્વેસ્ટ કરી શકે છે અને એ સર્વિસ પ્રોવાઇડર કંપનીએ ૫૦ રૂપિયા કરતાં ઓછો ચાર્જ કરીને એ બિલ ૩૦ દિવસમાં આપવાનું રહેશે. એ ઉપરાંત કન્ઝ્યુમર્સને તેના ટેરિફ પ્લાન, અવેલેબલ બૅલેન્સ અને જો તેના નંબર પર કોઈ વૅલ્યુ-ઍડેડ સર્વિસ ઍક્ટિવેટ કરવામાં આવી હોય તો એ વિશેની જાણકારી કોઈ પણ સમયે ફ્રી મળી શકશે.