પ્રી - બજેટ સ્પેશ્યલ : ટૂ-વ્હીલર્સને હજી ઝડપે દોડાવવાં હોય તો જીએસટી ઘટાડે સરકાર

28 January, 2022 10:06 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ અસોસિએશનના ૧૫,૦૦૦થી અધિક ડીલર્સ મેમ્બર્સ છે, જેમની પાસે ૨૬,૫૦૦ ડીલરશિપ છે. અસોસિએશને નોંધ્યું છે કે ટૂ-વ્હીલર લક્ઝરી આઇટમ નથી એથી એના પરના કરમાં ઘટાડો કરવો જોઈએ.

નિર્મલા સીતારમણ

ફેડરેશન ઑફ ઑટોમોબાઇલ ડીલર્સ અસોસિએશન (એફએડીએ)એ માગણી વધે એ માટે ટૂ-વ્હીલર્સ પરના જીએસટીના દરને ઘટાડીને ૧૮ ટકા કરવાની વિનંતી સરકારને કરી છે. આ અસોસિએશનના ૧૫,૦૦૦થી અધિક ડીલર્સ મેમ્બર્સ છે, જેમની પાસે ૨૬,૫૦૦ ડીલરશિપ છે. અસોસિએશને નોંધ્યું છે કે ટૂ-વ્હીલર લક્ઝરી આઇટમ નથી એથી એના પરના કરમાં ઘટાડો કરવો જોઈએ.
એફએડીએ નાણામંત્રાલયને ટૂ-વ્હીલર્સ પરનો જીએસટીનો દર ઘટાડીને ૧૮ ટકા કરવા અનુરોધ કર્યો છે. 
નાણાપ્રધાન નિર્મલા સીતારમણ ૧ ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ ૨૦૨૨-’૨૩ રજૂ કરશે. ગામડામાં રહેતા લોકો માટે ટૂ-વ્હીલર લક્ઝરી નથી, પરંતુ કામના સ્થળે પહોંચવા માટેનું આવશ્યક સાધન છે. અત્યારે લક્ઝરી કે સિન પ્રોડક્ટ્સ પર ૨૮ ટકા જીએસટી વત્તા બે ટકા સેસ છે એ તર્ક ટૂ-વ્હીલર માટે યોગ્ય નથી, એમ એફએડીએ જણાવ્યું છે.
...તો કરચોરી પણ ઘટશે ત્રણ-ચાર મહિને લાગતોના ખર્ચમાં વધારો અને વિવિધ અન્ય પરિબળોને પગલે વાહનોની કિંમતમાં વધારો થાય છે ત્યારે જીએસટીના દરમાં ઘટાડો વાહનોના ભાવવધારાને રોકશે અને માગ વધારશે.
ફેડરેશન માને છે કે ટટૂ-વ્હીલરની માગમાં વૃદ્ધિ અને એની ક્રમિક અસરથી ઘણાં ક્ષેત્રો તરફથી થતી કરની આવકમાં વધારો થશે. જીએસટીમાં ઘટાડાની અસર મધ્યમથી લાંબા ગાળા માટે બહુ સારી થશે.
બધા પ્રકારનાં વપરાયેલાં વાહનો માટે જીએસટીનો પાંચ ટકાનો એકસમાન દર રાખવાનું સૂચન ફેડરેશને કર્યું છે. જીએસટીમાં ઘટાડો કરવાથી ઉદ્યોગનો બિનસંગઠિત હિસ્સો સંગઠિત થવા પ્રતિ વળશે, જેને કારણે વધુ એકમો કરમાળખા હેઠળ આવતાં કરની આવકમાં વધારો થશે અને કરચોરી ઘટશે.
અત્યારે વપરાયેલી કાર પર ૧૨ અને ૧૮ ટકા જીએસટી લાગે છે. ૪૦૦૦ એમએમ સુધીની કાર પર ૧૨ ટકા અને એનાથી ઉપરની વપરાયેલી કારને ૧૮ ટકા જીએસટી લાગે છે. વપરાયેલી કારની બજાર નવી કારબજાર કરતાં ૧.૪ ગણી મોટી છે, જે વર્ષે ૫૦-૫૫ લાખ કારના ૧.૭૫ ટ્રિલ્યન રૂપિયાનું ટર્નઓવર કરે છે, જેમાં અધિકૃત ડીલરોનો હિસ્સો માત્ર ૧૦-૧૫ ટકા છે.

national news