પ્રયાગરાજ: પાંચ દિવસ સુધી દીકરીના મૃતદેહ સાથે ઘરમાં કેદ રહ્યો પરિવાર, 11 બીમાર

29 June, 2022 01:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અંદર ગયા તો ઘરમાં 11 અન્ય સભ્ય પણ બીમાર મળ્યા. આમાંથી એકની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી. પોલીસે બધાને હૉસ્પિટલ મોકલ્યા છે. અહીં તેમની સારવાર થઈ રહી છે.

પ્રતીકાત્મક તસવીર

કરછના ક્ષેત્રના ડીહા ગામમાં એક ક ખૂબ જ ચોંકવનારી ઘટના સામે આવ્યો છે. અહીં એક પરિવાર 18 વર્ષની દીકરી અંતિમા યાદવના મૃતદેહ સાથે પાંચ દિવસ સુધી ઘરની અંદર જ બંધ રહ્યો. વાસ આવતા ગ્રામજનો પાસેથી મળેલી માહિતી  બાદ પોલીસ ત્યાં પહોંચી તો ઘટનાની માહિતી મળી. અંદર ગયા તો ઘરમાં 11 અન્ય સભ્ય પણ બીમાર મળ્યા. આમાંથી એકની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી. પોલીસે બધાને હૉસ્પિટલ મોકલ્યા છે. અહીં તેમની સારવાર થઈ રહી છે.

ડીહા ગામના રહેવાસી અભયરાજ યાદવ પ્રાઇવેટ નોકરી કરતો હતો. કોરોના સંક્રમણ દરમિયાન નોકરી છૂટી જતા તે ઘરે રહેવા માંડ્યો. તેની પાંચ દીકરીઓ તેમજ ત્રણ દીકરા છે. ચાર દીકરીઓના લગ્ન થઈ ગયા છે અને એક સિવાય ત્રણ દીકરીઓ હાલ પિયરમાં જ હતી. મંગળવારે બપોરે ઘરમાંથી ખૂબ જ વાસ આવતા પાડોશીઓએ સૂચના આપી તો પોલીસ પહોંચી. ઘરની અંદર ગયા તો અંતિમાનો મૃતદેહ મળ્યો.

મૃતદેહ ઘણાં દિવસ જૂનો હતે અને આથી જ વાસ આવતી હતી. એટલું જ નહીં ઘરની અંદર અન્ય ઘણાં સભ્યો પણ બીમાર મળ્યા. આમાં મૃતક સિવાય તેની ત્રણ બહેનો ત્રણ ભાઈ તેમજ પાંચ બાળક સામેલ છે. આમાં અભયરાજની નતિની કૃતિ(5)ની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી. બધાને હૉસ્પિટલ મોકલવામાં આવ્યા છે. આમાંથી ચાર એસઆરએનમાં દાખલ કરાવવામાં આવ્યા છે.

ઘટનાસ્થળે જે સ્થિતિ હતી, તેનાથી તો એવું લાગતું હતું કે પરિવાર અંધવિશ્વાસના ચક્કરમાં હતો. હાલ મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલીને અન્ય પરિવારજનોને હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. - સૌરભ દીક્ષિત, એસપી યમુનાપાર

ગંગાજળ પીને કાઢ્યા દિવસો, ઘણો વખત સુધી તો જમ્યા પણ નહીં...
ડીહા ગામમાં રહેતા અભયરાજના ઘરે પહોંચેલા પોલીસ ઑપિસર પરિવારજનોની હાલત જોઈ દંગ રહી ગયા. ઇન્વેસ્ટિગેશનમાં જ્યારે એ ખબર પડી કે ઘરના કેટલાક સભ્યો ઘણાં દિવસથી બીમાર હતા. ચોંકાવનારી વાત એ છે કે વિવાહિત દીકરીઓની સ્થિતિ સ્વસ્થ નહોતી. ઑફિસરને જ્યારે એ ખબર પડી કે ઘરમાં ઘણાં દિવસો સુધી જમવાનું નહોતું બનતું અને પરિવારના લોકો માત્ર ગંગાજળ પીતા હતા તો તે સ્તબ્ધ રહી ગયા.

ભણેલા હતા બધા, કરી ચૂક્યા છે ગ્રેજ્યુએશન
સૌથી ચોંકાવનારી વાત એ છે કે પરિવાર ભણેલો છે. અભયરાજના બધા બાળકો ગ્રેજ્યુએટ છે. એવામાં બધાં દંગ રહી ગયા હતા કે પરિવાર અંધવિશ્વાસના ચક્કરમાં કેવી રીતે ફસાયો. તો રિપૉર્ટ પર ઑફિસર પહોંચ્યા તો પરિવારજનોએ તેમને ઘરની અંદર જતાં પણ અટકાવી દીધા. ઘણી મહેનત પછી તે અંદર જઈ શકી અને ત્યાર બાદ મૃતદેહ પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યો.

આસપાસના લોકોથી નથી કોઈ પણ નિસ્બત
પરિવાર છેલ્લા દોઢ વર્ષથી સંબંધીઓ તેમજ આસપાસ લોકોથી કોઈ નિસ્બત રાખતો નહોતો. પાડોશીઓએ જણાવ્યું કે તેમની પાસે ખેતરો છે પણ બે વર્ષથી ખેતી પણ નથી કરવામાં આવી રહી છે. પરિવારના કેટલાક લોકો રોજ ગંગા સ્નાન કરી જળ લેતા હતા. વધુ એક ચોંકાવનારી વાત એ છે કે તે ઘરમાં અંદર જવા માટે દરવાજાની જગ્યાએ બારીનો ઉપયોગ કરતા હતા.

national news Crime News