પ્રતિભા પાટિલ ભેટ સોગાદો પોતાની સાથે લઈ જતા વિવાદ

03 August, 2012 08:30 AM IST  | 

પ્રતિભા પાટિલ ભેટ સોગાદો પોતાની સાથે લઈ જતા વિવાદ


નવી દિલ્હી : તા. 03 ઓગષ્ટ

બંધારણના નિષ્ણાંતો પ્રમાણે કામ ભારતીય પરંપરા વિરૂદ્ધનું છે.

માનવામાં આવી રહ્યું છે કે પ્રતિભા પાટિલને રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળ દરમિયાન કુલ 150 જેટલી મુલ્યવાન ભેટ સોગાદો મળી હતી. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા તરફથી આપવામાં આવેલી ભેટ અને અમૃતસરના ખ્યાતનામ સુવર્ણ મંદિર તરફથી આપવામાં આવેલો એક સોનાના પ્રતિકનો પણ સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ ભવનમાંની આ તમામ સોગાદો તેઓ પોતાની સાથે અમરાવતી લઈ જતા નવા નિવાદનો ફણગો ફૂટ્યો છે. અમારાવતીમાં આવેલી વિદ્યાભારતી કોલેજના મ્યુઝિયમમાં આ અમૂલ્ય ભેટ સોગાદો મુકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ કોલેજના ટ્રસ્ટનું સંચાલન પ્રતિભા પાટિલનો પરિવાર કરી રહ્યો છે. 

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રેજિડેંશિયલ ઈસ્ટેટે આ ટ્રસ્ટ સાથે એક સત્તાવાર સહમતિપત્ર પર હસ્તક્ષર કર્યા છે. આ મ્યુઝિયમમાં પ્રતિભા પાટિલની રાજનૈતિક યાત્રા દર્શાવવામાં આવશે. વિદ્યાભારતી કોલેજનું આ મ્યુઝિયમ આગામી ડિસેમ્બરમાં ખુલે તેવી શક્યતા છે.

બીજી બાજુ બંધારણના જાણિતા નિષ્ણાંત સુભાષ કશ્યપનું આ વિશે કહેવું છે કે રાષ્ટ્રપતિને જે પણ ભેટ સોગાદો મળે છે તે તોશખાનામાં રાખવામાં આવે છે. તેવી જ રીતે આ ભેટ સોગાદો પ્રેજિડેંશિયલ ઈસ્ટેટ અને દેશની જનતાની સંપત્તિ માનવામાં આવે છે.

પ્રતિભા પાટિલની સ્પેશિયલ ડ્યૂટી પર રહેલા અધિકારીએ આ મામલે સ્પષ્ટિકરણ કરતા કહ્યું હતું કે આ તમામ ભેટ સોગાદોને લોન પર લેવામાં આવી છે અને પ્રેજિડેંશિયલ ઈસ્ટેટ જ્યારે પણ ઈચ્છે ત્યારે તે પરત લઈ શકે છે.