સાત વર્ષની છોકરી ઘરની બહાર પણ ન રમી શકે?

04 October, 2020 07:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સાત વર્ષની છોકરી ઘરની બહાર પણ ન રમી શકે?

પ્રતીકાત્મક તસવીર

દેશની મહિલાઓ ઉપર શારિરીક સતામણીના કેસમાં સતત વધારો જ થઈ રહ્યો છે. નાની વયની છોકરીઓ પણ ક્રૂર માનસિકતાનો શિકાર બને છે. એવામાં સમાચાર આવ્યા છે કે એક સાત વર્ષની છોકરીનું બળાત્કાર થયું છે.

પ્રતાપગઢના કંધાઈ જીલ્લામાં એક સાત વર્ષની છોકરી તેના ઘરના દરવાજાની બહાર રમતી હતી. એ જ ગામમાં રહેતો 22 વર્ષના આરોપી આ છોકરીને લઈને એક ટોઈલેટમાં લઈ ગયો અને તેનું રેપ કર્યું હતું. 22 સપ્ટેમ્બરે આરોપીએ બળાત્કાર કર્યા બાદ છોકરીને ધમકી આપી કે જો આ બાબતની જાણ તે કોઈને પણ કરશે તો ગંભીર પરિણામ ભોગવવા પડશે.

પોલીસ સ્ટેશનના એસએચઓ તુષારદત્ત ત્યાગીએ કહ્યું કે, છોકરી ઉપર જે દિવસે બળાત્કાર થયો તે દિવસે તેણે કોઈને કંઈ કીધુ નહી કેમ કે તે ખૂબ જ ડરેલી હતી. પરંતુ બીજા દિવસે તેની તબિયત ખરાબ થતા તેને હૉસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. ત્યારબાદ આ છોકરીએ સમગ્ર ઘટનાની જાણ તેના કુટુંબને કરી હતી.

છોકરીના પરિવારે પહેલી ઑક્ટોબરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને આજે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

sexual crime national news