પ્રશાંત કિશોર પંજાબના મુખ્ય પ્રધાનને આપશે સલાહ

02 March, 2021 10:59 AM IST  |  Chandigarh | Gujarati Mid-day Correspondent

પ્રશાંત કિશોર પંજાબના મુખ્ય પ્રધાનને આપશે સલાહ

પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદર સિંહ

૨૦૧૪માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિજયમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર તેમની સાથે મુખ્ય સલાહકાર તરીકે જોડાયા હોવાનું પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદર સિંહે ગઈ કાલે જણાવ્યું હતું. ટ્વિટર પર આ માહિતી શૅર કરતાં તેમણે કહ્યું હતું કે પંજાબના લોકોની ઉન્નતિ માટે અમે સાથે કામ કરવા જઈ રહ્યા છીએ. આવતા વર્ષના પ્રારંભમાં થનારી પંજાબ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં આ વિકાસ એક મહત્ત્વનું પગલું લેખાય છે.

હાલમાં પ્રશાંત કિશોરની કંપની ઇન્ડિયન પૉલિટિકલ ઍક્શન કમિટી પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મમતા બૅનરજીના પક્ષ ટીએમસીને સહાય કરી રહી છે. ૨૦૧૭ની પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં પ્રશાંત કિશોરે કૉન્ગ્રેસના ચૂંટણી પ્રચારનો કાર્યભાર સંભાળ્યો હતો તથા વિધાનસભાની ૧૧૭માંથી ૭૭ સીટ પર જીત મેળવી સત્તા પર આવી હતી.  

પંજાબમાં કૉન્ગ્રેસ પાર્ટી માટે લોકોનો ટેકો મેળવવા કરવામાં આવેલા કૉફી વિથ કૅપ્ટન, પંજાબ દા કૅપ્ટન જેવા કાર્યક્રમો પાછળ પ્રશાંત કિશોરનું જ દિમાગ હતું. 

national news punjab