પ્રશાંત ભૂષણે ભર્યું દંડ અને સાથે કરી SCના નિર્ણય અંગે પુનર્વિચાર અરજી

14 September, 2020 05:00 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

પ્રશાંત ભૂષણે ભર્યું દંડ અને સાથે કરી SCના નિર્ણય અંગે પુનર્વિચાર અરજી

પ્રશાંત ભૂષણ

પ્રશાંત ભૂષણે (Prashant Bhushan)સુપ્રિમ કોર્ટની અવમાનના મામલે દોષી જાહેર કરવાના નિર્ણય પર પુનર્વિચાર અરજી દાખલ કરી છે. ભૂષણે સુપ્રીમ કોર્ટને પોતાના 14 ઑગસ્ટના નિર્ણય પર ફરીથી વિચાર કરવા માટે કહ્યું છે જેમાં તેમણે CJI અને સુપ્રીમ કોર્ટ પર ટ્વીટ કરવાની કોર્ટની અવમાનના મામલે દોષી જાહેર કરવામાં આવ્યા હતા. અરજીમાં પ્રશાંતે પુનર્વિચાર અરજી પર ઓપન કોર્ટમાં સુનાવણીનો પણ આગ્રહ કર્યો છે.

પ્રશાંતે કહ્યું કે જસ્ટિસ અરુણ મિશ્રાને અવમાનના કેસની સુનાવણી નહોતી કરવી જોઇતી કારણકે તેમણે પહેલા જનહિત અરજી રદ કરી દીધી જેમાં સહારા ડાયરીમાં સામે આવેલા રાજનેતાઓને કથિત પેમેન્ટની અરજી પણ સામેલ હતી. તેમણે આ યોગ્ય શંકા હતી કે તેમને ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રા પાસેથી નિષ્પશ્ર સુનાવણી નહીં મળે, જેમમે બે ટ્વીટ્સ માટે ભૂષણને કોર્ટની અવમાનના દોષી માનનારી પીઠનું નેતૃત્વ કર્યું હતું. સંવિધાનિક સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરતાં એક વકીલ દ્વારા અવમાનના માટે તેમના વિરોધમાં આપેલી અરજી તેમને આપવામાં આવી નહોતી. 'હકીકતે સુપ્રિમ કોર્ટે વકીલ દ્વારા દાખલ અરજીને સ્વત: સંજ્ઞાન કેસમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યો.'

પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટમાં શનિવારને પણ એક રિટ યાચિકા નોંધાવી હતી. આ અરજીમાં માંગ કરવામાં આવી હતી કે મૂળ દોષી અવમાનના મામલે સજા વિરુદ્ધ અપીલનો અધિકાર એક મોટી અને જૂદી પીઠ દ્વારા સંભળાવવામાં આવે. આ યાચિકા વકીલ કામિની જાયસવાલના માધ્યમે દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે અપીલનો અધિકાર સંવિધાન હેઠળ એક મૌલિક અધિકાર છે અને આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળની ગેરન્ટી પણ છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ અયોગ્ય સજા વિરુદ્ધ એક મહત્વપૂર્ણ સુરક્ષા કવચ તરીકે કામ કરશે અને હકીકતે બચાવ તરીકે સત્યના પ્રાવધાનને સક્ષમ કરશે.

જણાવવાનું કે 3 ઑગસ્ટના પ્રશાંત ભૂષણના સુપ્રીમ કોર્ટે અવમાનના મામલે નિર્ણય સંભળાવતાં એક રૂપિયાનો દંડ મૂકવામાં આવ્યા હતા. નિર્ણય પ્રમાણે 15 સપ્ટેમ્બર સુધી દંડ ન આપવાની સ્થિતિમાં 3 મહિનાની જેલ થઈ શકે છે અને ત્રણ વર્ષ માટે તેમને વકીલાત છોડવી પડી શકે છે.

national news prashant bhushan supreme court