રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનો કેવો રહ્યો પહેલો દિવસ?

27 July, 2012 05:40 AM IST  | 

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનો કેવો રહ્યો પહેલો દિવસ?

ગઈ કાલે પહેલા દિવસની શરૂઆતમાં વિદાય લઈ રહેલા સેક્રેટરી ક્રિસ્ટી ફર્નાન્ડિસે વિવિધ વિભાગોની કામગીરી બાબતે પ્રણવ મુખરજીને માહિતી આપી હતી. એ વખતે પ્રણવ મુખરજીનાં સેક્રેટરી ઓમિતા પૌલ પણ હાજર હતાં. મુખરજીએ ધ્યાનપૂર્વક તમામ વિગતો સાંભળી હતી. બાદમાં મુખરજીએ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી, લોકસભામાં વિપક્ષનાં નેતા સુષમા સ્વરાજ, મધ્ય પ્રદેશના રાજ્યપાલ રામનરેશ યાદવ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બી. એલ. જોશી તથા તામિલનાડુના રાજ્યપાલ કે. રોસૈયા સાથે ફોન પર વાત કરી હતી. બપોરે રાષ્ટ્રપતિને મળવા સંરક્ષણપ્રધાન એ. કે. ઍન્ટની આવ્યા હતા. બપોર પછી પંજાબ, નાગાલૅન્ડ, ઉત્તરાખંડ અને મેઘાલયના રાજ્યપાલો સાથે મુખરજીની બેઠક હતી. કેન્દ્રમાં પ્રધાન હતા ત્યારે પ્રણવ મુખરજી ક્યારેક દિવસના ૧૬ કલાક કામ કરતા હતા.