હવે ભારતીય એન્જિનિયર્સ અને ડૉક્ટર્સ માટે યૂકે જવું બન્યું સરળ

20 December, 2018 08:06 PM IST  | 

હવે ભારતીય એન્જિનિયર્સ અને ડૉક્ટર્સ માટે યૂકે જવું બન્યું સરળ

યૂકેએ વિઝાના નિયમો કર્યા હળવા

ઈમિગ્રેશનના નવા નિયમો પ્રમાણે હવે યૂકેમાં પ્રવેશ મેળવવા માટે સ્કિલ્ડ પ્રોફેશનલ્સ પર વધુ ભાર આપવામાં આવશે. યૂકેની સરકારે બ્રેક્ઝિટ પછી વિઝા અને ઈમિગ્રેશને સ્ટ્રેટેજીને લગતી નવી દરખાસ્તો રજૂ કરી છે. જે ભારતના વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ માટે ખુબ જ ફાયદાકારક છે. નવી દરખાસ્ત પ્રમાણે વ્યક્તિ ક્યાંથી આવે છે તેના બદલે તેની આવડત પર વધારે ભાર મુકવામાં આવશે. ભારત અથવા અન્ય કોઈ દેશના નાગરિકને યૂરોપિયન યુનિયનના 27 દેશોના નાગરિકોને સમાન જ ગણવામાં આવશે. બ્રિટેનના વડાપ્રધાન થેરેસા મેની સરકારે બુધવારે આ જાહેરાત કરી હતી.

વર્ષ 2021થી આ પ્રસ્તાવ લાગુ પડશે. વિઝાના નિયમોના કારણે ભારતથી ખુબ જ ઓછા લોકો બ્રિટન જઈ શકતા હતા. પરંતુ હવે વિઝાના નિયમોમાં ફેરફાર બાદ બ્રિટેનમાં સૌથી વધુ ભારતીય પ્રોફેશનલ્સને કામ મળી જશે. બુધવારે જે પ્રસ્તાવ રજૂ થયો તેમાં સ્કિલ્ડ પ્રોફેનલ્સ માટે એક નવો વિઝા માર્ગ અને વર્ક પરમિટ માટે વાર્ષિક 20, 700ની સીમા ખતમ કરવાનો પ્રસ્તાવ છે. બ્રિટન યૂરોપિયન યુનિયનમાંથી બહાર થઈ જશે. જો બ્રેક્ઝિટની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે, તો આ પ્રસ્તાવ 2021થી લાગુ પડશે. જેથી ભારતીયોને સૌથી વધુ લાભ મળશે. બ્રિટનના વડાપ્રધાને કહ્યું કે બ્રિટન ઈયુથી અલગ થશે અને મુક્ત વેપારનો પણ અંત આવશે.

જાણો નવા નિયમો

1. નવી દરખાસ્ત લાગુ થયા બાદ પ્રતિ વર્ષ 20,700 ઇમિગ્રન્ટ્સને વિઝા આપવામાં આવશે તે નિયમમાં પણ બદલાવ આવશે, જેનો લાભ ભારતના ડોક્ટરો અને આઇટી પ્રોફેશનલ્સને સૌથી વધુ મળશે.

2. અન્ય ક્ષેત્રોના પ્રોફેશનલ્સ માટે પણ 12 મહિનાના કામચલાઉ વિઝાનો પણ નવો નિયમ લાગુ થશે, જેથી બ્રિટનના બિઝનેસ જરૂરિયાતના આધારે સ્ટાફને ઓછા સમયગાળા માટે નોકરી આપી શકે.

3. જે લોકો 12 મહિનાના વિઝાના આધારે આવી રહ્યા છે તેઓ પોતાના પરિવારને સાથે લાવી શકશે નહીં, ઉપરાંત 12 મહિનાના વિઝા ખતમ થતાં જ અહીં રહેવાનો અધિકાર પણ પૂરો થઇ જશે.

4. પ્રોફેશનલ્સની જરૂરિયાતને પહોંચી વળવા માટે લેબર માર્કેટ દ્વારા થતી ભારેખમ પ્રોસેસનો અંત આવશે.

 

CIIએ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો

યૂકે સરકારના નવા પ્રપોઝલનું કન્ફેડરેશન ઓફ ઈંડિયન ઈન્ડસ્ટ્રીએ સ્વીકાર કર્યો. CIIના કહેવા પ્રમાણે બ્રિટનની સરાકરનો આ નિર્ણય ભારતીયો માટે ફાયદાકારક રહેશે. અને આ પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શક અને કુશળતા આધારિત રહેશે.

વિદ્યાર્થીઓ માટે ક્યા નિયમો લાગુ પડશે?

1. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ જેઓ યુકેમાં પોતાની ડિગ્રી લેવા ઇચ્છે છે અને અહીં જ કામ કરવા ઇચ્છે છે એ તમામ સ્ટુડન્ટ્સને છ મહિનાની પોસ્ટ-સ્ટડી લીવ આપવામાં આવશે, આ માસ્ટર્સ અને બેચલર્સના સ્ટુડન્ટ્સ માટે ડિગ્રી એવોર્ડિંગ પાવર તરીકે હશે. આનો મૂળ હેતુ એ છે કે, આટલા સમયગાળા દરમિયાન તેઓ કાયમી જોબ મેળવી શકે અને ત્યાં સુધી કામચલાઉ ધોરણે અન્ય સ્થળે કામ કરી શકે.

2. યુકેમાં બેચલર્સ ડિગ્રી મેળવવા આવેલા વિદ્યાર્થીઓને તેઓનો કોર્સ પૂર્ણ થાય તે પહેલાં ત્રણ મહિનાના સ્કિલ્ડ વર્કર્સ રૂટ માટે એપ્લિકેશન કરવાની છૂટ મળશે.

great britain