500થી વધારે મહિલાઓને મોકલ્યાં અશ્લીલ તસવીરો અને વીડિયો, કહ્યું આ...

07 September, 2020 06:46 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

500થી વધારે મહિલાઓને મોકલ્યાં અશ્લીલ તસવીરો અને વીડિયો, કહ્યું આ...

પ્રતીકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગાઝિયાબાદ પોલીસે એક એવી વ્યક્તિની ધરપકડ કરી છે જે મહિલાઓ સાથે શારીરિક સંબંધો બનાવવા માટે મેસેજ મોકલ્યા કરતો હતો. અત્યાર સુધી તે સેંકડો મહિલાઓને અશ્લીલ મેસેજિસ અને ફોટોઝ મોકલી ચૂક્યો છે. હવે પોલીસ આરોપી વ્યક્તિની પૂછપરછ કરી રહી છે.

માહિતી પ્રમાણે, ગાઝિયાબાદ પોલીસે રવિવારે આરોપી વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપી હરિયાણાના રોહતકનો રહેવાસી કહેવામાં આવી રહ્યો છે. પોલીસે તેની રોહતકમાંથી ધરપકડ કતરી છે. ગાઝિયાબાદ સીઓ(સીટિ) અભય કુમારે કહ્યું કે ધરપકડ કરેલ આરોપી મહિલાઓને અશ્લીલ મેસેજ મોકલતો હતો. તેણે અત્યાર સુધી ઘણાં રાજ્યોમાં 500થી વધારે મહિલાઓને અશ્લીલ તસવીરો અને વીડિયોઝ મોકલ્યા છે. તે મહિલાઓ સાથે યૌન સંબંધ રાખવાની ઇચ્છા વ્યક્ત કરતો હતો.

ઇન્ટરનેટ અને મેસેજ દ્વારા અશ્લીલ મેસેજ મોકલવા કે કોઇને હેરાન કરવા કાયદાકીય સજાને યોગ્ય છે. એવા મામલે સાઇબર ક્રાઇમ સાથે જોડાયેલા કાયદાઓ હેઠળ કાર્યવાહીની વ્યવસ્થા કરવામાં આવી છે. છેલ્લા કેટલાક વર્ષોથી સાઇબર ક્રાઇમના કેસમાં ઘણો વધારો થયો છે. પોલીસ પણ એવા કેસ ગંભીરતાથી લે છે. વધતા કેસ સામે લડવા માટે પોલીસ વિભાગે સાઇબર સેલનું ગઠન પણ કર્યું છે, જે આવા મામલે કામ કરે છે.

Crime News sexual crime