બે ઈરાની ઍક્ટ્રેસે હિજાબ વગર નાખી સોશ્યલ મીડિયામાં પોસ્ટ, થઈ ધરપકડ

22 November, 2022 09:54 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

તેમના પર એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેમણે ભડકાવવાવાળી પોસ્ટ સોશ્યલ મીડિયામાં નાખી હતી

હેંગામા ગજિયાની

ઈરાનમાં હિજાબને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો છે, જેને કારણે સમગ્ર દેશમાં હિંસા ફેલાઈ છે. દરમ્યાન બે ઍક્ટ્રેસ હેંગામા ગજિયાની અને કાત્યાયુન રિયાહીને હિજાબ ન પહેરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેમણે ભડકાવવાવાળી પોસ્ટ સોશ્યલ મીડિયામાં નાખી હતી. વળી પ્રદર્શનકારીઓના સમર્થનમાં આ બન્ને હિજાબ વગર જ સાર્વજનિક રૂપમાં દેખાઈ હતી. હેંગામા ગજિયાનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કરતાં કહ્યું હતું કે બની શકે કે આ મારો છેલ્લો વિડિયો હોય. મારી સાથે કંઈ પણ થઈ શકે છે. એટલું જાણી લો કે હું આખરી શ્વાસ સુધી ઈરાનના લોકો સાથે છુ.’ આ પહેલાં તેણે લખ્યું હતું કે આ સરકાર ઇતિહાસમાં બાળકોની હત્યા કરનારી તરીકે ઓળખાશે. બાવન વર્ષની ઍક્ટ્રેસને એક ભીડભરેલી ગલીમાં હેડ સ્કાર્ફને હટાવવા માટે પકડવામાં આવી હતી, જેમાં તે હિજાબ વગર દેખાઈ હતી.

national news