શાહરુખ ખાનના ઘરને બોમ્બથી ઉડાવવાની આપી હતી ધમકી, હવે આવી થઈ આવી હાલત

11 January, 2022 03:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

6 જાન્યુઆરી 2022ના રોજ મહારાષ્ટ્ર પોલીસ કંટ્રોલ રૂમમાં એક વ્યક્તિએ ફોન કરીને શાહરૂખ ખાન(Shahrukh Khan)ના બંગલાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.

શાહરુખ ખાન

મધ્યપ્રદેશ: 6 જાન્યુઆરી 2022ના રોજ મહારાષ્ટ્ર પોલીસ કંટ્રોલ રૂમમાં એક વ્યક્તિએ ફોન કરીને શાહરૂખ ખાન(Shahrukh Khan)ના બંગલાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી(threatened to blow up Shahrukh bungalow) આપી હતી. તેણે અન્ય સ્થળોએ પણ આતંકવાદી હુમલા કરવાની ધમકી આપી હતી. પોલીસે ધમકી આપનારની ધરપકડ કરી છે.

બૉલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના મન્નત બંગલાને ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીની મધ્યપ્રદેશના જબલપુરથી ધરપકડ કરી છે. આરોપીનું નામ જીતેશ ઠાકુર છે.

6 જાન્યુઆરી, 2022ના રોજ જીતેશે મહારાષ્ટ્ર પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો અને કહ્યું કે તે શાહરૂખના બંગલાને બોમ્બથી ઉડાવી દેશે. જેમાં તેણે શાહરૂખના બંગલા સહિત મુંબઈના વિવિધ સ્થળોએ આતંકવાદી હુમલા અને બોમ્બ વિસ્ફોટની ધમકી પણ આપી હતી. 

આ પછી તેણે શાહરૂખના બંગલાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ મામલો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયો હતો.આખરે પોલીસે તે આરોપીને ઝડપી પાડીને તેને જેલ ભેગો કર્યો છે. 

national news Shah Rukh Khan