મઝહબની નિંદા કરનારાની હત્યા થાય તો એ ગુનો નથી: શાયર મુનવ્વર રાણા

01 November, 2020 11:26 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મઝહબની નિંદા કરનારાની હત્યા થાય તો એ ગુનો નથી: શાયર મુનવ્વર રાણા

શાયર મુનવ્વર રાણા

ફ્રાન્સમાં થયેલી નિર્દોષોની હત્યા મામલે પોતાનો અભિપ્રાય જણાવતાં પ્રખ્યાત શાયર મુનવ્વર રાણાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે ફ્રાન્સ હુમલામાં નિર્દોષોની હત્યા કરનારા હુમલાખોરોનો બચાવ કર્યો છે અને એને યોગ્ય પણ ઠેરવ્યો છે. મુનવ્વર રાણાએ કહ્યું હતું કે મઝહબ માતા સમાન છે. જો કોઈ આપણાં માતા કે મઝહબનું ખરાબ કાર્ટૂન બનાવે છે કે અપશબ્દો બોલે છે તો તેની હત્યા કરવી ગુનો નથી. પ્રખ્યાત શાયર એટલેથી જ અટક્યા ન હતા. તેમણે મઝહબને માતૃભૂમિથી ઉપર ગણાવ્યો છે અને કહ્યું હતું કે ચીન સાથે આપણો સરહદી વિવાદ છે અને ફ્રાન્સ સાથે મઝહબનો છે.

national news france