કવિ કુમાર વિશ્વાસનો જીવ જોખમમાં! ભગવાન રામનો મહિમા કરવા બદલ જાનથી મારી નાખવાની ધમકી મળી

20 November, 2022 07:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ મામલામાં કુમાર વિશ્વાસના કાર્યાલયના ઈ-મેઇલની માહિતી પણ ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી સુરક્ષા એજન્સીને આપવામાં આવી છે

ફાઇલ તસવીર

ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) અને દિલ્હી MCD ચૂંટણી વચ્ચે કવિ કુમાર વિશ્વાસ (Kumar Vishwas)ને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ સાથે તેમને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર ટિપ્પણી ન કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. કુમાર વિશ્વાસના મેનેજરે જણાવ્યું કે આ ધમકી ઈ-મેલ દ્વારા આપવામાં આવી છે.

કુમાર વિશ્વાસના મેનેજર પ્રવીણ પાંડેએ કહ્યું છે કે “કેટલાક દિવસોથી ઈ-મેઇલ દ્વારા સતત એક વ્યક્તિ તરફથી ધમકીઓ મળી રહી છે. જે વ્યક્તિએ ઈ-મેઇલ કર્યો છે તેણે ભગવાન રામની પ્રશંસા ન કરવાની ચેતવણી આપી છે અને તેમના વિશે ખૂબ જ અપમાનજનક વાતો કહી છે. આ સાથે, ધમકી આપનાર વ્યક્તિએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને કુમાર વિશ્વાસ કરતાં વધુ સારા ગણાવતા તેમના પર ટિપ્પણી ન કરવાની ચેતવણી પણ આપી છે.” પ્રવીણ પાંડેએ જણાવ્યું કે “વ્યક્તિએ ઈ-મેઇલમાં લખ્યું છે કે, હું શહીદ ઉધમ સિંહની શપથ લેઉ છું કે હું તને મારી નાખીશ.”

આ મામલામાં કુમાર વિશ્વાસના કાર્યાલયના ઈ-મેઇલની માહિતી પણ ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી સુરક્ષા એજન્સીને આપવામાં આવી છે. આ સાથે જ કવિ કુમાર વિશ્વાસની પ્રતિક્રિયા પણ સામે આવી છે.

કુમાર વિશ્વાસે ટ્વીટ કર્યું છે કે, "હવે તે અને તેમના ચિંટુઓને હું મારા રાઘવેન્દ્ર સરકાર રામનો મહિમા કરું તે ગમતું નથી. તેઓ કહી રહ્યા છે કે તેઓ મારી નાખશે, તે બધુ બરાબર છે પરંતુ તમારા ચિંટુઓને કહો કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામને ગાળો ન ભાંડે. તમારું કામ કરો અન્યથા યાદ રાખો, રાવણનો પણ વંશ બાકી નથી, તમે લવણાસુર કોણ છો?”

હાલમાં, કુમાર વિશ્વાસ તરફથી આ બાબતે ગાઝિયાબાદના ઈન્દિરાપુરમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ૨૦૫૦ સુધી ભારત ૩૦ ટ્રિલ્યન ડૉલર ઇકૉનૉમી બનશે : અદાણી

national news kumar vishwas