પીએમએ લીધી આંધ્રની મુલાકાત,એક હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત

14 October, 2014 11:27 AM IST  | 

પીએમએ લીધી આંધ્રની મુલાકાત,એક હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત



વિશાખાપટ્ટનમ,તા.14 ઓકટોબર

તેમણે આ તબાહીને કારણે રાજ્યને થયેલા નુકસાન માટે રૂપિયા એક હજાક કરોડના રાહત પેકેડજની જાહેરાત કરી છે.તેમણે જરૂર જણાય તો વધારે મદદનુ વચન પણ આપ્યુ છે.આ સાથે તબાહીનો ભોગ બનેલા મૃતકોના પરિવારજનોને બે-બે લાખ અને ઘાયલોને રૂ.50 હજારની સહાયની જાહેરાત પણ કરી છે.પીએમ સાથે શહેરી વિકાસ મંત્રી વૈંકયા નાયડૂ પણ હાજર રહ્યા હતા.

ચક્રવાત હુડહુડે એવી તો તબાહી મચાવી હતી કે આંઘ્રપ્રદેશ અને ઓડિશાની નજીકના એક ડઝનથી પણ વધુ ગામોને લપેટામાં લઈ લીધા હતા.બંને રાજ્યોમાં સોમવારે સાત લાખ લોકો ઘરબાગ છોડીને શિબિરોમાં આવી રહ્યાં છે તેવા સમચારા પણ હતા.સૌથી વધારે નુકસાન આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમને થયુ છે.

મહત્વપૂર્ણ છે કે રવિવારે તોફાની ચક્રવાતે બસો કિમી પ્રતિ કલાકની ઝડપે આ શહેરને લપેટામાં લઈ લીધુ હતુ.હાલ આ સમગ્ર શહેર એક યુધ્ધક્ષેત્ર જેવુ લાગી રહ્યુ છે. હજારો વૃક્ષો અને ટ્રાંસફોર્મર રસ્તાઓ પર ધસી પડયા હતા.સમગ્ર શહેરની વિજળી અને ફોન લાઈનો પણ તબાહ થઈ ચુકી છે.આ વિસ્તારમાં પીવાના પાણીનું સંકટ પણ ઉભૂ થયુ છે.તોફાની હવાઓએ હાજોર કાચા ઘરોને ઉખાડી ફેંક્યા છે,તો પાકા મકાનોના કાચ તૂટી પડ્યા છે.એરપોર્ટ અને રેલ્વે સ્ટેશનોને પણ ભારે નુકસાન પહોંચ્યુ છે.ડોમેસ્ટિક ફલાઈટો હાલ રદ કરી દેવામાં આવી છે.