કોરોનાની વેક્સિનનો જવાબ નથી અમારી પાસે, રાજ્યો અગ્રેસિવ ટેસ્ટિંગ કરે:PM

24 November, 2020 04:11 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

કોરોનાની વેક્સિનનો જવાબ નથી અમારી પાસે, રાજ્યો અગ્રેસિવ ટેસ્ટિંગ કરે:PM

વડાપ્રધાને રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે કરી બેઠક

દેશમાં બેકાબૂ થઈ રહેલ કોરોના વાયરસ (COVID-19)ની પરિસ્થિતી અને વેક્સિનની સ્થિતિ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ આજે વિવિધ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી છે. આ બેઠકમાં જે રાજ્યોમાં કોરોના વાયરસનાં કેસમાં વધારો થયો છે તે રાજ્યનાં મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. જેમાં વિજય રૂપાણી (ગુજરાત), ઉદ્ધવ ઠાકરે (મહારાષ્ટ્ર), અરવિંદ કેજરીવાલ (દિલ્હી), મમતા બેનર્જી (પશ્ચિમ બંગાળ), અશોક ગેહલોત (રાજસ્થાન), ભૂપેશ બધેલ (છત્તીસગઢ), મનોહરલાલ ખટ્ટર (હરિયાણા) હાજર રહ્યાં હતા. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને સ્વાસ્થ્યમંત્રી ડો. હર્ષવર્ધન પણ હાજર હતા. બેઠક પછી વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, વેક્સિનની સ્થિતિ અને ડિસ્ટ્રિબ્યુશનને લઈને જે ચર્ચા થઈ છે એમાં અમે સિસ્ટમ મુજબ આગળ વધીશું. મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, વેક્સિનના કેટલા ડોઝ હશે, કિંમત કેટલી હશે વગેરેના જવાબ અમારી પાસે નથી. સાથે જ તેમણે રાજ્યોને અગ્રેસિવ ટેસ્ટિંગ કરવાનું કહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, તહેવારો પહેલા પણ હાથ જોડીને પ્રાર્થના કરવામાં આવી કે બેદરકાર ન થાઓ. વેક્સિન પર જેમને કામ કરવાનું છે તે કરશે આપણે તો કોરોના પર જ કામ કરવાનું છે. વેક્સિન માટે ભારત સરકાર દરેક ડેવલપમેન્ટ પર ધ્યાન રાખી રહી છે. હજુ એ નક્કી નથી કે વેક્સિનના એક ડોઝ હશે કે વધારે હશે, હજુ એ પણ નક્કી નથી કે કઈ વેક્સિનની કિંમત કેટલી હશે. કારણકે આ બધામાં આપણે વૈશ્વિક સંદર્ભમાં જ આગળ વધવું પડશે. ભારત પાસે વેક્સિનને લઈને જે અનુભવ છે તે દુનિયાના કોઈ પણ દેશ પાસે નથી. વેક્સિન પહેલા કોને આપવામાં આવશે તે મુદ્દે પણ આપણે બધાએ ભેગા થઇને ચર્ચા કરીશું અને રાજ્યોની સલાહ પણ લેવામાં આવશે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આપણા તહેવારોમાં પણ લોકોને પ્રાર્થના કરવામાં આવી હતી કે લોકો બેદરકારી દાખવે નહીં. મીડિયામાં જે ચાલે છે તે અલગ હોય છે આપણે તો સિસ્ટમનો હિસ્સો છે તે પ્રમાણે ચાલવું પડે છે. દેશના સંગઠિત પ્રયત્નોએ આ પડકારનો સામનો કર્યો છે. ભારતમાં રીકવરી રેટમાં દુનિયામાં સારી પરિસ્થિતિમાં છે. દેશમાં ટેસ્ટિંગ માટે એક મોટું કામ થઇ રહ્યું છે, પીએમ કેર્સમાં માધ્યમથી વેન્ટીલેટર ઉપલબ્ધ કરાવવા માટે કામ કરવામાં આવી રહ્યું છે.  કોરોનાના 8-10 અનુભવના આધારે દેશ પાસે પર્યાપ્ત ડેટા છે. આગળની રણનીતિ ઘડતી વેળાએ વિતેલા મહિનાઓના રિસ્પોન્સ અને રિએક્શનને પણ સમજવા પડશે. કોરોના દરમિયાન ભારતના લોકોનો વ્યવહાર પણ અલગ-અલગ તબક્કામાં અલગ અલગ છે. પ્રથમ તબક્કામાં ડર હતો. બીજા તબક્કામાં ડર સાથે શંકા હતી. બીમારીના કારણે સમાજથી દૂર જવાનો ડર હતો.લોકો સંક્રમણ છૂપાવવા લાગ્યા. તેનાથી પણ અમે બહાર આવ્યા. ત્રીજા તબક્કામાં ઘણી હદે સમજવા લાગ્યા અને સંક્રમણની જાણ કરવા લાગ્યા. નજીકના લોકોને સમજાવવા લાગ્યા અને લોકોમાં ગંભીરતા પણ આવવા લાગી. ચોથો તબક્કો કોરોનાનો રિકવરી રેટ વધ્યો. લોકોને લાગ્યું કે વાયરસ નબળો પડી ગયો, નુકસાન કરી રહ્યો નથી. બીમાર થઈ પણ ગયા તો સાજા થઈ જાશું. તેના કારણે આ તબક્કામાં લાપરવાહી વધી ગઈ. તહેવાર પર મેં હાથ જોડીને પ્રાર્થના કરી કે દવા-વેક્સીન નથી, તમે છૂટછાટ ન લો. ચોથા તબક્કામાં જે ભૂલો થઈ તેને સુધારવી પડશે. આપણે કોરોના પર ફોકસ કરવો પડશે.

વડાપ્રધાને અંતે એટલું કહ્યું હતું કે, અમારી પાસે ટીમ તૈયાર છે. જે જે વસ્તુઓ તૈયાર છે, તેનું પાલન કરો. તેનાથી કોરોના આગળ નહીં વધે અને કોઈ ભૂલ નહીં થાય. આફતના ઊંડા સમુદ્રમાંથી નિકળીને આપણે કિનારા તરફ આગળ વધી રહ્યા છીએ. આ શાયરી જેવી સ્થિતિ ન સર્જાય કે 'અમારી કશ્તી વહાં ડૂબી જહાં પાની કમ થા.' આ સ્થિતિને આવવા દેવાની નથી.

તમને જણાવી દઈએ કે, દેશમાં 25 માર્ચે લૉકડાઉન લાગુ કરવામાં આવ્યા બાદ વડાપ્રધાનની મુખ્યમંત્રીઓ સાથેની આ નવમી બેઠક હતી.

coronavirus covid19 national news narendra modi amit shah harshvardhan rane Vijay Rupani uddhav thackeray arvind kejriwal mamata banerjee Ashok Gehlot