૨૦ લાખ કરોડનું પૅકેજ ક્રૂર મજાક જ છે: સોનિયા

23 May, 2020 12:50 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૨૦ લાખ કરોડનું પૅકેજ ક્રૂર મજાક જ છે: સોનિયા

ફાઈલ તસવીર

કોરોના સંકટના લીધે ઉદ્ભવેલી પરિસ્થિતિ પર મોદી સરકારને ઘેરવા માટે વિપક્ષ એકજૂટ થઇ રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં વિપક્ષી પાર્ટીઓની બેઠક ચાલી રહી છે. બેઠકની શરૂઆતમાં અમ્ફાન ચક્રવાતમાં મૃત્યુ પામનાર લોકોને શ્રદ્ધાંજલિ આપવામા આવી. ત્યારબાદ સોનિયા ગાંધીએ બેઠકની શરૂઆત કરી. સોનિયાએ ૨૦ લાખ કરોડના પેકેજને એક ક્રૂર મજાક કહ્યું હતું.  

બેઠકમાં વિપક્ષી પાર્ટીઓએ કેન્દ્ર સરકારને અમ્ફાન ચક્રવાતને રાષ્ટ્રીય આપદા જાહેર કરવાનો આગ્રહ કર્યો અને પ્રભાવિત રાજ્યોને આ આપદાના પ્રભાવથી ઉગારવા માટે મદદની માંગણી કરી. વિપક્ષની પાર્ટીઓએ કહ્યું કે આ સમયે રાહત અને પુનર્વાસ સૌથી પહેલી પ્રાથમિકતા હોવી જોઇએ. પરંતુ બીમારીના પ્રકોપની આશંકાને પણ નજરઅંદાજ ન કરી શકાય. ત્યારબાદ વિપક્ષે નાગરિકોને તાત્કાલિક સહાય આપવા માટેનો આગ્રહ કર્યો હતો. 

સોનિયાએ કહ્યું કે સરકાર સંઘવાદ અને લોકતાંત્રિક મૂલ્યોને ભૂલી ગઇ છે. પ્રવાસી મજૂરો અને લોકડાઉનમાં આગળની શું રણનીતિ હશે તેની સરકાર પાસે કોઇ યોજના નથી. 

સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં ચાલી રહેલી આ બેઠકમાં ૨૨ પાર્ટીના નેતાઓ સામેલ થયા છે. તેમાં આરજેડીના રાજ્યસભા સાંસદ મનોજ ઝા, આરએલએસપીના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહા, ભાકપાના ડી રાજા, શરદ યાદવ, આરજેડીના તેજસ્વી યાદવ, નેશનલ કોન્ફરન્સના ઉમર અબ્દુલ્લા, બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી, એન.કે.પ્રેમચંદ્રન, જયંત સિંહ, બદરુદ્દીન અજમલ, એનસીપી નેતા પ્રફુલ્લ પટેલ, શરદ પવાર તેમજ શિવસેનાના સંજય રાઉત સહિત અન્ય નેતાઓ સામેલ થયા.

coronavirus covid19 sonia gandhi narendra modi