કોરોનાનો સામનો કઈ રીતે કરવો તે બાબતે PM ની મુખ્ય પ્રધાનો સાથે ચર્ચા

02 April, 2020 11:04 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

કોરોનાનો સામનો કઈ રીતે કરવો તે બાબતે PM ની મુખ્ય પ્રધાનો સાથે ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફાઈલ તસવીર

સંપુર્ણ દેશમાં કોરોના વાયરસ (COVID-19)નો કહેર સતત વધતો જ જાય છે. અત્યાર સુધી આ આંકડો 2,000 ને પાર કરી ગયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં આખા દેશમાંથી 200 કેસ નોંધાયા હતા અને અત્યાર સુધીમાં 52 લોકોનું કોરોનાને લીધે મૃત્યુ થયું છે. આ દરમ્યાન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આજે બધા જ રાજ્યોના મુખ્ય પ્રધાન સાથે વિડિયો કોન્ફરન્સિંગ કરીને વાતચીત કરવાના છે.

સુત્રોએ આપેલી માહિતિ મુજબ, આ વિડિયો કોન્ફરન્સમાં કોરોના વાયરસનું સંક્રમણ, પ્રવાસી શ્રમિકોના સ્થાંળતર અને તબલીગી જમાતના કાર્યક્રમમાં સામેલ થનારા લોકો સાથે જોડાયેલા મુદાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. આ વાતચીત દરમ્યાન આવશ્યક અને જીવનજરૂરી વસ્તુઓની ઉપલબ્ધતાના મામલે પણ વાત થઈ શકે છે. કોરોનાના વધતા જતા પ્રકોપને લીધે છેલ્લા બે અઠવાડિયામાં બીજી વાર વડાપ્રધાન મુખ્ય પ્રધાનો સાથે ચર્ચા કરશે.

કોરોના વાયરસને લીધે 21 દિવસનું લૉકડાઉન કરવામાં આવ્યું હોવાથી પ્રવાસી શ્રમિકો વચ્ચે અનિશ્ચિતતાનો માહોલ છે. રાજધાની દિલ્હી જેવા મોટા શહેરો છોડીને શ્રમિકો પોતાના ગામ પાછા જવાના પ્રયાસો કરી રહ્યાં છે. એટલે કેન્દ્ર સરકારે લૉકડાઉન દરમ્યાન પ્રવાસી શ્રમિકોની અવરજવરને રોકવા માટે રાજ્ય અને જીલ્લાની સરહદોને સર કરવાનું કહ્યું હતું. એટલે આજની વિડિયો કોન્ફરન્સમાં આ મુદે ચર્ચા થવાની પુરેપુરી શક્યતા છે.

થોડાક દિવસ પહેલા વડાપ્રધાને મુખ્ય સચિવો અને પોલીસ મહાનિદેશકો સાથે વિડિયો કોન્ફરન્સથી વાતચીત કરી હતી.

coronavirus covid19 narendra modi