મોદી ટૂંક સમયમાં ટ્રેન 18ને બતાવશે લીલી ઝંડી: પીયૂષ ગોયલ

11 January, 2019 08:27 PM IST  |  દિલ્હી

મોદી ટૂંક સમયમાં ટ્રેન 18ને બતાવશે લીલી ઝંડી: પીયૂષ ગોયલ

18 ટ્રેનોને પીએમ મોદી બતાવશે ગ્રીન સિગ્નલ

કેન્દ્રીય રેલવે પ્રધાન પિયુષ ગોયલે જણાવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં ટ્રેન 18ને લીલી ઝંડી આપશે. દેશની સૌથી ઝડપી દોડનારી આ ટ્રેન દિલ્હી-વારાણસી માર્ગ પર ચાલશે. ગોયલે સાર્વજનિક કૉનકોરના કાર્યક્રમ દરમિયાન આ વાત કહી છે. રેલ પ્રધાને કહ્યું કે આ રેલગાડી 'મેક ઈન ઈન્ડિયા' હેઠળ બની છે અને દેશમાં બુલેટ ટ્રેનો માટે માર્ગ મોકળો કરશે. ગોયલના મુજબ આ ટ્રેન આઠ કલાકમાં દિલ્હીથી વારાણસી જશે.

રેલવે પ્રધાનના જણાવ્યા પ્રમાણે બુલેટ ટ્રેન તરફ આ પહેલું નાનું પગલું છે. એમણે કહ્યું કે ભારતીય રેલવેએ પ્રવાસીઓની સુરક્ષાને જોતા છેલ્લા સાડા ચાર વર્ષમાં ઘણા કામ કર્યા છે. જૂના કોચને બંધ કરી દીધા છે અને એની જગ્યાએ LHB ડબ્બા રજૂ કર્યા છે. ગોયલે કહ્યું કે ભારતીય રેલવે સંપૂર્ણ રીતે વીજળીથી ચાલનારી દુનિયાની પહેલી રેલવેમાંથી એક હશે.

ટ્રેન 18, નવેમ્બર-2018માં દિલ્હી પહોંચી હતી. બાદમાં ડિસેમ્બર સુધી આ ટ્રેનની ટ્રાયલ લેવાઈ હતી. આ ટ્રેનને પહેલા 25 ડિસેમ્બર અને પછી 29 ડિસેમ્બર 2018એ ચલાવવાની યોજના હતી, પરંતુ સમયસર ટ્રેન-18નું ઓપરેશન શરૂ થઈ શક્યું નહીં. મળતી માહિતી મુજબવડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશની સૌથી ઝડપી ટ્રેન-18ને પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીથી ગ્રીન સિગ્નલ આપશે,

ટ્રેન 18ની વિશેષતાઓ

આ ટ્રેનની વચ્ચે બે એક્ઝિક્યુટિવ કમ્પાર્ટમેન્ટ છે.
બન્ને એક્ઝિક્યુટિવ કમ્પાર્ટમેન્ટમાં 52-52 સીટો છે.
આ દેશની પહેલી એન્જિન-ફ્રી ટ્રેન હશે અને શતાબ્દીનું સ્થાન લેશે.
શતાબ્દીની 130 કિલોમીટર પ્રતિ કલાકને બદલે 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ
ગતિ મુજબ ટ્રેક બનાવે તો શતાબ્દીથી 15 ટકા ઓછો સમય લેશે.
ટ્રેનના સામાન્ય કોચમાં 78 સીટો છે.
વિવિધ પ્રકારની લાઈટ, ઓટોમેટિક દરવાજા અને સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં આવશે.
જીપીએસ આધારિત મુસાફર માહિતી સિસ્ટમ હશે.

national news narendra modi piyush goyal delhi varanasi