PM નરેન્દ્ર મોદીએ ભૂતાનમાં લોન્ચ કર્યુ RuPay કાર્ડ

18 August, 2019 04:44 PM IST  | 

PM નરેન્દ્ર મોદીએ ભૂતાનમાં લોન્ચ કર્યુ RuPay કાર્ડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ભૂતાનમાં RuPay કાર્ડ લોન્ચ કર્યુ ર્છે. ભૂતાનમાં 2 દિવસના પ્રવાસે ગયેલા પીએમ મોદીએ સિમકોઝા જોંગમાં ખરીદી કરીને RuPay કાર્ડની શરૂઆત કરી છે. ભારત અને ભૂતાનના વડાપ્રધાનની હાજરીમાં બન્ને દેશો વચ્ચે કુલ 5 કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. આ મોકા પર પીએમ મોદીએ કહ્યું કે, મને આનંદ છે કે આજે અમે ભૂતાનમાં RuPay કાર્ડ લોન્ચ કરી રહ્યાં છે. જેના કારણે ડિજિટલ પેમેન્ટ અને વેપાર તથા પર્યટનના સંબંધો વધશે

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વીટ કરીને કહ્યું કે, શમદ્રુંગ નામગ્યાલ દ્વારા 1629માં બનેલી સિમ્ટોકા ડજોંગ પ્રશાસનિક કેન્દ્રના રૂપમાં કાર્ય કરે છે જે ભૂતાનના સૌથી જૂના મંદિરમાંથી એક છે. કુમારે કહ્યું હતું કે, સિમ્ટોકા ડ્જોંગ, શમદ્રુંગ નામગ્યાલ દ્વારા 1629માં બનાવવામાં આવ્યું છે મઠવાસી અને પ્રશાસનિક કેન્દ્ર રુપે કામ કરે છે અને ભૂતાનના સૌથી જુના ડ્જોંગમાંથી એક છે. આ ઐતિહાસિક સ્મારક સ્થળ પર પહેલી વાર પરિયોજનાઓના ઉદ્ઘાટન સમારોહ અને સમજોતાનું આદાન પ્રદાન થઈ રહ્યું છે.

આ પણ વાંચો: આર્મી યુનિફોર્મમાં ધોની લેહના બાળકો સાથે રમ્યા ક્રિકેટ

પીએમ મોદી શનિવારે ભૂતાનની રાજધાની થિંપૂ પહોચ્યા હતા જ્યા તેમનું જોરદાર સ્વાગત કરાયું હતું. ભૂતાનના વડાપ્રધાન ડૉ. લોતે શેરિંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. 2 દિવસના પ્રવાસ ભારતે ભૂતાન સાથે મહત્વના 5 કરાર કર્યા હતા. રવિવારે વડાપ્રધાન મોદી ભૂતાનના પ્રવાસથી પરત ફર્યા છે.

gujarati mid-day