No Privilage, please

21 April, 2019 12:19 PM IST  | 

No Privilage, please

ફાઈલ ફોટો

મંગળવારે ગુજરાતમાં વૉટિંગ છે, જેની માટે નરેન્દ્ર મોદી રાણીપ વિસ્તારમાં આવેલી નિશાંત સ્કૂલમાં જઈને વૉટિંગ કરશે. આ માટે બની શકે છે કે નરેન્દ્ર મોદી સોમવારે રાતે જ ગુજરાત આવી જાય અને રાતવાસો ગુજરાતમાં જ કરે. બીજેપીના કાર્યકરોએ નરેન્દ્રભાઈના વૉટિંગ માટે આગોતરી તૈયારી કરવાનો ઉત્સાહ દેખાડ્યો પણ નરેન્દ્ર મોદીએ સ્પષ્ટતા સાથે ના પાડી દીધી હતી અને એવો સંદેશો પણ અપાવી દીધો હતો કે કોઈ જાતનું પ્રિવિલેજ આપવાનું નથી, તે લાઇનમાં ઊભા રહીને, પોતાનો ટર્ન આવશે ત્યારે જ મતદાન કરશે.

 

આ પણ વાંચો: કૉન્ગ્રેસે મત માટે 26/11ના હુમલામાં હિન્દુઓને ફસાવ્યા : વડા પ્રધાન મોદી

 

આમ જોવા જઈએ તો આ પણ માર્કેટિંગની એક સ્ટાઇલ છે અને નરેન્દ્ર મોદી એ તક પણ જતી કરે એમ નથી. વિધાનસભા ઇલેકશન સમયે પણ નરેન્દ્ર મોદીએ મતદાન કરવાનો અને લાઇનમાં ઊભા રહી બીજેપીને એ માર્કેટિંગનો લાભ આપ્યો હતો. એ સમયે નરેન્દ્ર મોદીએ લાઇનમાં ઊભેલા અન્ય વૉટર્સને સેલ્ફી આપી હતી અને મતદાન કર્યા પછી ઇન્કની સાઇનવાળી પહેલી આંગળીની સેલ્ફી પણ તેમણે અહીંથી જ સોશ્યલ મીડિયા પર અપલોડ કરી હતી.

કૉન્ગ્રેસે મત માટે 26/11ના હુમલામાં હિન્દુઓને ફસાવ્યા : વડા પ્રધાન મોદી