આસામમાં વડા પ્રધાને એક લાખ સ્થાનિકોને જમીન પટ્ટા આપવાનું ઉદ્ઘાટન કર્યું

24 January, 2021 12:27 PM IST  |  Sivasagar | Gujarati Mid-day Correspondent

આસામમાં વડા પ્રધાને એક લાખ સ્થાનિકોને જમીન પટ્ટા આપવાનું ઉદ્ઘાટન કર્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આસામમાં એક લાખ સ્થાનિકોને જમીન પટ્ટા આપવાનું ઉદ્ઘાટન કરતાં ઐતિહાસિક જેરેંગા પાથર ખાતે ૧૦ લોકોને જમીનના પટ્ટાના પ્રમાણપત્ર સોંપ્યા હતા. પીએમ મોદીએ આ પ્રસંગે અગાઉની રાજ્ય સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે અગાઉની સરકારોએ અહીંના લાખો સ્થાનિકો પ્રત્યે દુર્લક્ષ્ય સેવ્યું હતું અને તેમને જમીનના અધિકારોથી વંચિત રાખ્યા હતા.

પીએમએ અગાઉની સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે તેમણે ક્યારેય અહીંના સ્થાનિકો, જેઓ જમીનને પ્રેમ કરે છે તેમની દરકાર લીધી નહતી. જમીન પટ્ટા અહીંના લોકો માટે સ્વાભિમાન, સ્વાધિનતા અને સુરક્ષાની ગૅરન્ટી છે.

national news assam narendra modi