નાગાલેન્ડનાં પ્રથમ મહિલા ધારાસભ્ય બન્યાં પ્રધાન, PM મોદીએ આ રીતે પાઠવ્યા અભિનંદન

07 March, 2023 05:56 PM IST  |  Kohima | Gujarati Mid-day Online Correspondent

પદના શપથ ગ્રહણ કર્યા બાદ પીએમ મોદીએ સાલ્હોતુઓનુઓ ક્રુસને હાથ જોડીને અભિનંદન પાઠવ્યા હતા

તસવીર સૌજન્ય: પીટીઆઈ

નાગાલેન્ડ વિધાનસભા (Nagaland Assembly)માં ચૂંટાયેલા પ્રથમ મહિલા ધારાસભ્ય સલ્હોતુઓનુઓ ક્રુસે (Salhoutuonuo Kruse) મંગળવારે (7 માર્ચ)ના રોજ પ્રધાન તરીકે શપથ લીધાં હતાં. નાગાલેન્ડમાં NDPPના નેફિયુ રિયોના નેતૃત્વમાં સર્વપક્ષીય સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં શિલોંગમાં શપથ લીધાં. આ સમારોહમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમા પણ હાજર હતા.

પદના શપથ ગ્રહણ કર્યા બાદ પીએમ મોદીએ સાલ્હોતુઓનુઓ ક્રુસને હાથ જોડીને અભિનંદન પાઠવ્યા હતા. આ દરમિયાન બંને હસતા જોવા મળ્યા હતા. પ્રથમ વખત નાગાલેન્ડ વિધાનસભામાં બે મહિલાઓ (સલ્હોતુઓનુઓ ક્રુસે અને હેકાની જાખાલુ) જીતી છે. નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP)ના ઉમેદવાર સાલ્હોતુઓનુઓ ક્રુસે પશ્ચિમ અંગામી બેઠક પરથી સ્વતંત્ર ઉમેદવારને સાત મતોથી હરાવ્યાં હતાં, જ્યારે એનડીપીપીના ઉમેદવાર હેકાની જાખલુ દીમાપુર-3 બેઠક પરથી જીત્યાં છે.

નેફિયુ રિયો પાંચમી વખત મુખ્યપ્રધાન

નેફિયુ રિયોએ સતત પાંચમી વખત મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા છે. તેઓ રાજ્યમાં સર્વપક્ષીય સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે, જ્યાં કોઈ વિરોધ પક્ષ નહીં હોય. ટીઆર ઝેલિયાંગ, વાય પેટને નાગાલેન્ડના નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા. ગવર્નર લા ગણેશને રિયો કેબિનેટના અન્ય સભ્યોને શપથ લેવડાવ્યા હતા.

આ પણ વાંચો: Watch Video: ભારતમાં ઈ-રિક્ષા ચલાવી બિલ ગેટ્સે, તમારી નજરે જ જોઈ લો વીડિયો

ઉલ્લેખનીય છે કે એનડીપીપી-ભાજપ ગઠબંધને તાજેતરમાં પૂર્ણ થયેલી નાગાલેન્ડ ચૂંટણીમાં 60માંથી 37 બેઠકો જીતી છે.

national news nagaland narendra modi amit shah bharatiya janata party