Mann Ki Baat: વડાપ્રધાને કહ્યું, કોરોનાએ એકબીજા સાથે રહેવાનું શીખવાડયું

27 September, 2020 12:03 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Mann Ki Baat: વડાપ્રધાને કહ્યું, કોરોનાએ એકબીજા સાથે રહેવાનું શીખવાડયું

ફાઈલ તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ આજે રવિવારે પોતાના રેડિયો પ્રોગ્રામ 'મન કી બાત' (Mann Ki Baat)ના 69માં એપિસોડમાં દેશવાસીઓને 11 વાગે ઓલ ઇન્ડિયા રેડિયો, દૂરદર્શન અને નરેન્દ્ર મોદી એપ પરથી સંબોધિત કર્યા હતા. પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ લોકોને કોરોના કાળમાં સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાની અપીલ કરી. વડાપ્રધાને કહ્યું કે, કોરોનાના સમયમાં બે ગજનું અંતર રાખવું ખૂબ જ જરૂરી છે. કોરોના સંકટના કાળમાં પણ કૃષિ ક્ષેત્રે પોતાનું કૌવત દર્શાવ્યું છે. દેશના ખેડૂત, ગામ જેટલા મજબૂત થશે દેશ એટલો જ આત્મનિર્ભર થશે. વડાપ્રધાને કહ્યું કે, ખેડૂતોની મજબૂતીથી જ આત્મનિર્ભર ભારતનો પાયો બનશે. ખેડૂત મજબૂત હશે તો ભારત આત્મનિર્ભર બનશે. સાથે જ તેમને શહીદ બગતસિંહ અને મહાત્મા ગાંધીને યાદ કર્યા હતા.

દેશમાં કથાની પરંપરાની અગત્યતા વિશે વાત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, વાર્તાઓનો ઈતિહાસ એટલો જ જૂનો છે, જેટલી માનવ સભ્યતા. વાર્તાની તાકાત અનુભવ કરાવે તો કોઈ માતા પોતાના બાળકોને ભોજન ખવડાવતી વખતે વાર્તા સંભળાવે છે. ભારતમાં કથાની પરંપરા રહી છે. આપણને ગર્વ છે કે આપણે એ દેશના વાસી છીએ, જ્યાં હિતોપદેશ અને પંચતંત્રની પરંપરા રહી છે.

ખેડૂતો વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે, આપણા દેશમાં કહેવામાં આવે છે જે જમીનથી જેટલો જોડાયેલો હોય છે તે મોટામાં મોટા તોફાનોમાં પણ અડગ રહે છે. કોરોનાના આ આકરા સમયમાં આપણું કૃષિ ક્ષેત્ર, આપણા ખેડૂત તેનું જીવંત ઉદાહરણ છે. આજે ખેડૂતોને પોતાની મરજીથી ઉપજ વેચવાની આઝાદી મળી છે. ગત થોડા સમયમાં આ ક્ષેત્રએ અનેક અડચણોથી આઝાદ કર્યું છે. અનેક માન્યતાઓ તોડવાના પ્રયાસ કર્યા છે. હરિયાણાના ખેડૂત ભાઈએ મને કહ્યું કે એક સમય એવો હતો કે જ્યારે તેને બજારની બહાર તેના ફળો અને શાકભાજી વેચવામાં મુશ્કેલી આવતી. પરંતુ 2014 માં, APMC એક્ટમાંથી ફળો અને શાકભાજીને દૂર કરવામાં આવ્યા, આનાથી તેમને અને આસપાસના ખેડૂતોને ફાયદો થયો. આ ખેડુતોમાં તેમના ફળો અને શાકભાજી ક્યાંય પણ, કોઈપણને વેચવાની શક્તિ છે અને આ શક્તિ તેમની પ્રગતિનો આધાર છે. ખેડૂતો આત્મનિર્ભર ભારતનો અધાર છે.

વડાપ્રધાને કોરોના કાળની વાત કરતા કહ્યું હતું કે, કોરોનાના આ કાળખંડમાં સમગ્ર દુનિયા અનેક પરિવર્તનોના સમયમાંથી પસાર થઈ રહી છે. આજે જ્યારે બે ગજનું અંતર એક અનિવાર્ય જરૂરિયાત બની ગઈ છે તો આ સંકટ કાળે, પરિવારના સભ્યોને પરસ્પરને જોડવામાં અને નજીક લાવવાનું કામ પણ કર્યું છે. આપણને ચોક્કસ અનુભવાયું હશે કે આપણા પૂર્વજોએ જે નિયમો બનાવ્યા હતા તે આજે પણ કેટલા અગત્યના છે અને જ્યારે સૌ સાથે નથી હોતા તો કેટલી ખોટ અનુભવાય છે.

તમને જણાવી દઈએ કે આ પહેલાં ઓગસ્ટ મહિનાના 'મન કી બાત' કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  સ્થાનિક લોકો માટે અવાજ ઉઠાવવાની અપીલ કરી હતી. ખાસ કરીને રમકડા બનાવટમાં ભારતીય લોકોને આગળ આવવા અપીલ કરવામાં આવી હતી.

national news narendra modi mann ki baat