બજેટ પર PM મોદીએ કહ્યું, જન-જનને સમર્થ બનાવતું બજેટ

05 July, 2019 03:02 PM IST  |  નવી દિલ્હી

બજેટ પર PM મોદીએ કહ્યું, જન-જનને સમર્થ બનાવતું બજેટ

તસવીર સૌજન્ય-BJP

કેન્દ્રીય બજેટના ભાષણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે નાણામંત્રી અને તેમની આખી ટીમને ખૂબ ખૂબ વધામણી. આ દેશને સમૃદ્ધ અને જન-જનને સમર્થ બનાવતું બજેટ છે. આ બજેટથી ગરીબોને બળ મળશે અને યુવાનોને સારું કાલ મળશે. આ બજેટના માધ્યમથી મધ્યમ વર્ગને પ્રગતિ મળશે. વિકાસને વેગ મળશે.


આ બજેટથી ટેક્સ વ્યવસ્થામાં સરળીકરણ થશે, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું આનુનિકીકરણ થશે. બજેટમાં ભાવી પેઢીની ચિંતા કરવામાં આવી છે. આ નવા ભારતના નિર્માણ વાળું બજેટ છે. 2011ના સંકલ્પોને પુર્ણ કરનાર બજેટ છે. આ દેશનું ડ્રીમ બજેટ છે. 2022ના સંકલ્પોને પૂર્ણ કરનાર બજેટ છે. આ દેશ માટે ડ્રીમ બજેટ છે. જેનાથી વેપાર મજબૂત થશે. ગામ અને ગરીબોનું કલ્યાણથશેચ

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ બજેટ ઉદ્યમ અને ઉદ્યમોને મજબૂત બનાવશે. દેશમાં મહિલાઓન ભાગીદારીને વધારશે. સરકારને ગરીબ-ખેડૂતો-દલિતો-પીડિતો-શોષિતો-વંચિતોને સશક્ત કરવા માટે ચારેતરફના પગલા ઉઠાવશે. આગામી 5 વર્ષોમાં જ આ સશક્તિકરણ તેમને દેશના વિકાસનું પાવર હાઉસ બનાવવામાં આવશે. 5 ટ્રિલિયન ડૉલર ઈકોનૉમીનું સપનું પૂર્ણ કરવાની ઊર્જા, દેશને આ પાવર હાઉસમાંથી જ મળશે.

આ પણ વાંચોઃ Budget Live: મધ્યમવર્ગને ટેક્સમાં કોઈ રાહત નહીં, અમીરો પર વધ્યો ટેક્સ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજ લોકોના જીવનમાં નવી આકાંક્ષાઓ અને અપેક્ષાઓ છે. આ બજેટ દેશને વિશ્વાસ આપી રહ્યું છે કે તેમને પુરા કરવામાં આવશે. આ વિશ્વાસ આપી રહ્યું છે કે દિશા સાચી છે, પ્રક્રિયા સાચી છે, ગતિ સાચી છે, એટલે લક્ષ્ય સુધી પહોંચવું નિશ્ચિત છે.

Budget 2019 narendra modi national news