દેશભરમાં આજે વડાપ્રધાન મોદીએ 75 ડિજિટલ બેન્કિંગ યુનિટનું કર્યુ ઉદ્ધાટન

17 October, 2022 10:53 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જમ્મુ-કાશ્મીરમાં બે ડિજિટલ બેન્કિંગ એકમ સહિત કુલ 75 ડિજિટલ બેન્કિંગ એકમોનું વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા ઉદ્ગાટન કર્યુ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જમ્મુ-કાશ્મીરમાં બે ડિજિટલ બેન્કિંગ એકમ સહિત કુલ 75 ડિજિટલ બેન્કિંગ એકમોનું વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા ઉદ્ગાટન કર્યુ છે. આ તકે પીએ મોદીએ રાષ્ટ્રનું સંબોધન પણ કર્યુ. બજેટ ભાષણમાં નાણા મંત્રી નિર્મલા સિતારમણે 75 જિલ્લામાં 75 ડિજિટલ બેન્કિંગ એકમોની સ્થાપના કરવાની ઘોષણા કરી હતી. જમ્મુ-કાશ્મીરમાં બે બેન્કિંગ એકમોમાં શ્રીનગરના લાલ ચૌક પાસે ક્લોક ટાવર અને જમ્મુમાં છન્ની રામામમાં જમ્મુ-કાશ્મીર બેન્કની એક એક એકમ સામેલ હશે. 

અધિકારીઓએ જણાવ્યું કે આર્થિક પ્રવૃતિ અને નાણાકીય સમાવેશ પર ભાર મુકવા માટે વડાપ્રધાન દેશભરમાં વિભિન્ન બેન્કોની 75 ડિજિટલ બેન્કિંગ એકમોને રવિવારે રાષ્ટ્રને સમર્પિત કર્યા છે. વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા આ એકમોનું ઉદ્ધાટન કરી પીએમ મોદી દેશનું સંબોધન પણ કર્યુ. 

નાણા મંત્રી નિર્મલા સિતારમણે નાણાકીય વર્ષ 2022-23ના બજેટમાં દેશભરમાં 75 જિલ્લાઓમાં ડિજિટલ બેન્કિંગ એકમો સ્થાપિત કરવાની ઘોષણા કરી હતી. તેમણે કહ્યું હતું કે દેશમાં આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાના અવસરે 75 ડિજિટલ બેન્કિંગ એકમો ખોલવામાં આવશે. આ એકમોની શરૂઆત પાછળનો હેતુ એ છે કે દેશના દરેક ખુણે ખુણે ડિજિટલ બેન્કિંગની પહોંચ હોય. આ પહેલમાં સાવર્જનિક ક્ષેત્રની 11 બેન્ક, ખાનગી ક્ષેત્રની 12 બેન્ક અને એક લઘુ નાણા બેન્ક પણ સામેલ થઈ રહ્યાં છે. 

આ ડિજિટલ બેન્કિંગ એકમોમાં ગ્રાહક બચત ખાતુ ખોલાવવા માટે, પોતાના ખાતામાં જમા રાશીને જાણવા, પાસબુક પ્રિન્ટ કરાવવા, પૈસા મોકલવા, ડિપોઝિટ જમા કરાવવા સિવાય ક્રેડિટ-ડેબિટ કાર્ડ અને લોન માટે અરજી કરી શકશે. 

 

 

 

 

national news narendra modi jammu and kashmir