જમ્મૂના નગરોટામાં આતંકીઓના ખાતમા બાદ PMએ કરી રિવ્યૂ મીટિંગ

20 November, 2020 04:53 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

જમ્મૂના નગરોટામાં આતંકીઓના ખાતમા બાદ PMએ કરી રિવ્યૂ મીટિંગ

નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

જમ્મૂ -કાશ્મીરના નાગરોટામાં પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ સામેની મુઠભેડમાં મારી નાખવામાં આવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ, વિદેશ સચિવ અને સીક્રેટ એજન્સીના ટૉપ ઑફિસરોની સાથે બેઠક કરી છે. બેઠકમાં એજન્સીઓએ ઇનપુટ આપ્યા છે કે આતંકવાદી સંગઠન 26/11ના દિવસે જ કંઇક મોટું કરવાની યોજના બનાવી રહ્યા હતા.

વડાપ્રધાને ટ્વીટ કરીને કહ્યું કે, "પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા 4 આતંકવાદીઓની મુઠભેડમાં મારી નાખવામાં આવેલા અને તેમની સાથે મળેલા મોટી સંખ્યામાં હથિયારો અને વિસ્ફોટકો તે વાતના સંકેત આપે છે કે તે મોટી તબાહી અને વિનાશની યોજનામાં હતા પણ તેમનું ષડયંત્ર ફરી એકવાર નિષ્ફળ કરી દેવામાં આવ્યું છે."

ગુરુવારે સુરક્ષાદળોએ જમ્મૂ જિલ્લાના નગરોટા વિસ્તારમાં મુઠભેડ થઈ. મુઠભેડ દરમિયાન ટ્રકમાં આગ લાગી પણ સુરક્ષાદળોએ ચારેય આતંકવાદીઓને ઢેર કરી દીધા. સીઆરપીએફની 160 બટાલિયન અને 137 બટાલિયનના જવાન ઇને જમ્મૂ-કાશ્મીર પોલીસના SOGએ મળીને આને અંજામ આપ્યો. આ મુઠભેડમાં બે પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા.

મારી નાખવામાં આવેલા આતંકવાદીઓ પાસેથી મોટી સંખ્યામાં દારૂ-ગોળા સિવાય 11 એકે-47 રાઇફલ, 6 એકે-56 રાઇફલ, 29 ગ્રેનેડ અને અન્ય સામાન અને મેગેઝીન જપ્ત કરવામાં આવ્યા. હાલના દિવસોમાં જપ્ત થયેલી આ સૌથી મોટી જીત છે. આથી સ્પષ્ટ થાય છે કે આતંકવાદીઓ દેશમાં મોટી ઘટનાને અંજામ આપવાની પ્લાનિંગ સાથે આવ્યા હતા.

national news narendra modi amit shah