પઠાન વિવાદ વચ્ચે પીએમ મોદીનું મોટું નિવેદન, નેતાઓને કરી એવી ભલામણ કે...

18 January, 2023 12:28 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ ભાજપ(Bhajap)ના નેતાઓને ફિલ્મો પર બિનજરૂરી નિવેદનો કરવાથી બચવાની સલાહ આપી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ ભાજપ(Bhajap)ના નેતાઓને ફિલ્મો પર બિનજરૂરી નિવેદનો કરવાથી બચવાની સલાહ આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વડાપ્રધાને 16-17 જાન્યુઆરીએ દિલ્હીમાં યોજાયેલી બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં આ વાત કહી. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાને કહ્યું કે કેટલાક લોકો કેટલીક ફિલ્મો પર નિવેદન આપી રહ્યા છે, જે આખો દિવસ મીડિયા પર ચાલી હતી. પીએમ મોદીએ પાર્ટીના નેતાઓને બિનજરૂરી નિવેદનબાજી ટાળવાની સલાહ આપી હતી.

નોંધનીય છે કે વડાપ્રધાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દેશમાં શાહરૂખ ખાન (Shah Rukh Khan)ની ફિલ્મ પઠાણ(Pathaan)ને લઈને વિવાદ ચાલી રહ્યો છે. વાસ્તવમાં, ફિલ્મ પઠાણના એક ગીતમાં દીપિકા પાદુકોણને ભગવા રંગની બિકીનીમાં બતાવવાને લઈને વિવાદ છે, જેના કારણે ઘણા બીજેપી નેતાઓએ ફિલ્મ પઠાણ પર પ્રતિબંધની માંગ પણ કરી હતી. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર બીજેપી નેતા રામ કદમે સવાલ ઉઠાવ્યો હતો કે શું આ બધું ફિલ્મને સસ્તી લોકપ્રિયતા આપવા માટે કરવામાં આવ્યું છે કે પછી આ વિવાદ સુનિશ્ચિત કાવતરા હેઠળ સર્જાયો છે. રામ કદમે એમ પણ કહ્યું હતું કે જો કોઈ ફિલ્મ કે ટીવી સિરિયલ હિંદુ સમાજની ભાવનાઓનું અપમાન કરશે તો તેને મહારાષ્ટ્રમાં પ્રદર્શિત કરવા દેવામાં આવશે નહીં.

આ પણ વાંચો: પીએમ મોદીની મુંબઈ યાત્રા પહેલા ધમાસાણ, ઠાકરેના ઘરની બહાર શિંદે-ફડણવીસના કટઆઉટ

મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પણ પઠાણ વિવાદ પર નિવેદન આપ્યું છે. તેમણે માંગ કરી હતી કે ફિલ્મમાંથી વાંધાજનક દ્રશ્યો હટાવવામાં આવે નહીંતર મધ્યપ્રદેશમાં ફિલ્મને પ્રદર્શિત કરવા દેવામાં આવશે નહીં. બિહાર સહિત અન્ય રાજ્યોમાં ફિલ્મ પઠાણના ગીતને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. બિહારમાં બીજેપી નેતા હરિ ભૂષણ ઠાકુર બચૌલે તો રાજ્યમાં ફિલ્મ પઠાણની રિલીઝને રોકવાની માંગ પણ કરી હતી. તેમણે કહ્યું કે કેસરી રંગ આપણા ધર્મનું પ્રતીક છે. આ ફિલ્મ સનાતન સંસ્કૃતિને નબળી પાડવાનો સસ્તો પ્રયાસ છે.

national news narendra modi bharatiya janata party pathaan