વડા પ્રધાન મોદી સહિત આ નેતાઓએ આપી નહેરૂને શ્રદ્ધાંજલી

14 November, 2020 11:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વડા પ્રધાન મોદી સહિત આ નેતાઓએ આપી નહેરૂને શ્રદ્ધાંજલી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

દેશનાં પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુની આજે 131 મી જન્મજયંતિ છે અને લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપરાંત ઘણા દિગ્ગજ નેતાઓએ પણ ટ્વીટ કરી પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુને નમન કર્યું છે.

ઉત્તર પ્રદેશનાં અલ્હાબાદમાં 14 નવેમ્બર 1889 માં જન્મેલા જવાહરલાલ નહેરુ આઝાદ ભારતનાં પહેલા વડા પ્રધાન બન્યા અને 1964 સુધી દેશનાં વડા પ્રધાન રહ્યા હતા. પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુને બાળકો પ્રત્યે વિશેષ લગાવ હતો અને બાળકો તેમને ચાચા નેહરુ કહેતા હતા, તેથી તેમની જન્મજયંતિ પણ બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

કૌટુંબિક દૃષ્ટિએ નહેરુ પરિવારનો ગુજરાત સાથે જોડતો સૌપ્રથમ સંબંધ જવાહરલાલના નાનીબહેન વિજયાલક્ષ્મીથી થયો. એમનાં લગ્ન રાજકોટના ખૂબ જાણીતા વિદ્વાન સીતારામ પંડિતના સાતમા પુત્ર રણજિત પંડિત સાથે થયા હતા. રણજિત બેરિસ્ટર થયેલા અને સંસ્કૃતભાષાના પણ પ્રખર અભ્યાસી હતા. સ્વાતંત્ર્ય આંદોલનમાં પણ ભાગ લીધેલો. જેલવાસ પણ ભોગવ્યો હતો.

રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં કહ્યું છે કે, ‘આજે ભારત તેના પહેલા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યું છે. એક મહાન સ્વપ્નદ્રષ્ટા નેતા, જેમણે આપણા દેશનો પાયો ભાઈચારા, સમાનતાવાદ અને આધુનિક દૃષ્ટિકોણ સાથે મુક્યો હતો. આપણો પ્રયાસ રહેવો જોઇએ કે દેશ પ્રત્યે તેમના આ મૂલ્યો સુરક્ષિત રહે. આ પછી રાહુલ ગાંધી દિલ્હીનાં પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુની શાંતિવન સમાધિ પહોંચ્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

ઉપરાંત દેશના ઘણા દિગ્ગજ નેતાઓએ પણ જવાહરલાલ નહેરૂને શ્રદ્ધાંજલી આપી હતી.

national news jawaharlal nehru narendra modi rahul gandhi twitter