G-7 શિખર સંમેલન માટે UKથી PM મોદીને આમંત્રણ,પહેલા ભારત આવશે બૉરિસ જૉનસન

17 January, 2021 04:37 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

G-7 શિખર સંમેલન માટે UKથી PM મોદીને આમંત્રણ,પહેલા ભારત આવશે બૉરિસ જૉનસન

તસવીર સૌજન્ય જાગરણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જૂન 2021માં યૂનાઇટેડ કિંગડમ દ્વારા જી 7 શિખર સંમેલનમાં અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. તો યૂકેના વડાપ્રધાન બોરિસ જૉનસને કહ્યું કે તે જી 7 શિખર સંમેલન પહેલા ભારતનો પ્રવાસ કરશે. તેમણે એ પણ કહ્યું કે 'વિશ્વની ફૉર્મેસી' તરીકે, ભારત પહેલા જ વિશ્વના 50 ટકાથી વધારે રસીની આપૂર્તિ કરે છે, અને યૂકે અને ભારતે મહામારી દરમિયાન એક સાથે મળીને કામ કર્યું છે.

જણાવવાનું કે આ મહિને બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જૉનસનનું ભારત પ્રવાસ રદ થયું છે. હકીકતે, બોરિસ જૉનસન આ વખતે ગણતંત્ર દિવસે મુખ્ય અતિથિ તરીકે સામેલ થવાના હતા. બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જૉનસને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી અને ભારત આવવામાં પોતાની અસમર્થતા વ્યક્ત કરી. ડાઉનિંગ સ્ટ્રીટના એક પ્રવક્તાએ જણાવ્યું કે પીએમએ વડાપ્રધાન મોદી સાથે વાત કરી અને કહ્યું કે તે આ મહિનાના અંતમાં ભારત પ્રવાસ કરવામાં અસમર્થ રહેશે.

પીએમ બોરિસ જૉનસને પોતાનો પ્રવાસ રદ કરવા પર દુઃખ પણ વ્યક્ત કર્યો. જણાવવાનું કે કોરોના વાયરસને ખતરનાક સ્ટ્રેનને કારણે બ્રિટેનમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે પીએમ મોદી સાથે વાતચીત દરમિયાન પીએમ જૉનસને કહ્યું કે તેમની માટે યૂકેમાં રહેવું મહત્વપૂર્ણ છે જેથી તે વાયરસને અટકાવવા માટે ધ્યાન કેન્દ્રિત કરી શકે. ફોન પર વાતચીતમાં બન્ને દેશોના નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો માટે પોતાની પ્રતિબદ્ધતાઓ રેખાંકિત કરી. બોરિસ જૉનસને પીએમ મોદીને કહ્યું કે તે 2021ના પહેલા છ માસિકમાં ભારતનો પ્રવાસ કરવામાં સક્ષમ હોવાની આશા રાખે છે.

national news international news narendra modi