PM મોદીએ સૌથી મોટા સોલાર પ્લાન્ટનું કર્યું લોકાર્પણ

10 July, 2020 06:10 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

PM મોદીએ સૌથી મોટા સોલાર પ્લાન્ટનું કર્યું લોકાર્પણ

નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયાના સૌથી મોટા રીવા સોલાર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું છે. આ પ્લાન્ટથી 750 મેગાવૉટ વીજળીનું ઉત્પાદન થાય છે. રીવા સોલાર પ્લાન્ટના લોકાર્પણ દરમિયાન સીએમ શિવરાજ સિંહ ચૌહાણ સહિત ઘણાં કેન્દ્રીય મંત્રીઓ હાજર હતા. લોકાર્પણ બાદ પીએમ મોદીએ વીડિયો કૉન્ફ્રેન્સ દ્વારા એમપીના લોકોને સંબોધિત પણ કર્યા. પીએમ મોદીએ આ કામ માટે સીએમ શિવરાજ સિંહ ચૌહાણના વખાણ પણ કર્યા.

લોકાર્પણ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે રીવાએ સોલાર એનર્જીના ક્ષેત્રમાં ઇતિહાસ રચ્યો છે. માઁ નર્મદા અને સફેદ વાઘને કારણે રીવાની ઓળખ હતી. હવે રીવાના લોકો એ કહેશે કે રીવાથી દિલ્હી મેટ્રો ચાલે છે. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં જ શાજાપુર, નીમચ, છત્તરપુર અને ઓંકારેશ્વર ડેમમાંથી પણ સોલાર એનર્જીનું નિર્માણ થશે. પીએમ મોદીએ કહ્યું કે વીજળી ઉત્પાદનના ક્ષેત્રમાં એમપી નવું ઇતિહાસ બનાવશે.

તો, ઘઉંના ઉત્પાદન અને ખરીદ માટે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતો અને સરકારોના વખાણ કર્યા છે. પીએમ મોદીએ કહ્યું કે કોરોના મહામારી દરમિયાન એમપીના ખેડૂતોએ ઘઉંનું રેકૉર્ડ ઉત્પાદન કર્યું છે. સાથે જ સરકારે પણ ઘઉંની ખરીદી કરી એક નવું રેકૉર્ડ દેશમાં બનાવ્યા છે. મને આશા છે કે વીજળીના ક્ષેત્રમાં એમપી એક નવું રેકૉર્ડ બનાવશે.

સૌર ઉર્જા બનશે મોટું માધ્યમ
પીએમ મોદીએ કહ્યું કે વીજળી ઉત્પાદનના ક્ષેત્રમાં 21મી સદીમાં સૌર ઉર્જા એક મોટું માધ્યમ બનશે. આ શ્યોર, પ્યોર અને સિક્યોર છે. શ્યોર એટલા માટે કે સૂર્ય હંમેશાં ચમકતો રહેશે, જ્યારે બધાં સંશાધન પૂરાં થઈ જશે. પ્યોર એટલા માટે કે સૌર ઉર્જાથી પર્યાવરણ સંપૂર્ણ રીતે સુરક્ષિત અને સ્વસ્થ રહેશે. સિક્યોર એટલા માટે કે આ વીજળીની જરૂરિયાતો સરળતાથી પૂરી થઈ જશે.

શું છે તેની ખાસિયત
આ સૌર પાર્કની અંદર સ્થિત 500 હેક્ટેર ભૂમિ પર 250-250 મેગાવટની 3 સૌર ઉત્પાદન એકમો સામેલ છે. આ પરિયોજન વાર્ષિક લગભગ 15 લાખ ટન કાર્બન ડાયૉક્સાઇડ જેટલું કાર્બન ઉત્સર્જનને ઘટાડશે. આ દિલ્હી મેટ્રોને પોતાના કુલ ઉત્પાદનનું 24 ટકા પ્રતિશત વીજળી આપશે જ્યારે અન્ય 76 ટકા વીજળી મધ્ય પ્રદેશના રાજ્ય વીજળી વિતરણ કંપનીઓને આપૂર્તિ કરવામાં આવશે.

ઓછો છે વીજ દર
વર્ષ 2017ની શરૂઆતમાં તે સમયની સૌર પરિયોજનાની લગભગ 4.50 રૂપિયા પ્રતિ યૂનિટના દરની તુલનામાં રીવા પરિયોજનાએ 15 વર્ષો સુધી 0.05 રૂપિયા પ્રતિ યૂનિટની વૃદ્ધિના સાથે પહેલા વર્ષ 2.97 રૂપિયા પ્રતિ યૂનિટ અને 25 વર્ષના સમય માટે 3.30 રૂપિયા પ્રતિ યૂનિટની સ્તરીય દરે ઐતિહાસિક પરિણામ પ્રાપ્ત કર્યા. આ સૌર પાર્કને રીવા અલ્ટ્રા મેગા સોલાર લિમિટેડ (આરયૂએમએસએલ)એ વિકસિત કર્યું છે જે મધ્ય પ્રદેશ ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (એમપીયૂવીએન) અને કેન્દ્રીય સાર્વજનિક ક્ષેત્રના એકમ સોલાર એનર્જી કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાની સંયુક્ત ઉદ્યમ કંપની છે. આ સૌર પાર્કના વિકાસ માટે આરયૂએમએસએલને 138 કરોડ રૂપિયાની કેન્દ્રીય નાણાંકીય મદદ આપી છે.

national news narendra modi