PM મોદી દ. કોરિયાની મુલાકાતે, ગાંધીજીની પ્રતિમાનું કર્યું અનાવરણ

21 February, 2019 02:58 PM IST  |  સિયોલ

PM મોદી દ. કોરિયાની મુલાકાતે, ગાંધીજીની પ્રતિમાનું કર્યું અનાવરણ

વડાપ્રધાન મોદી સિયોલમાં(તસવીર સૌજન્યઃANI)

વડાપ્રધાન મોદી અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈનને ગુરુવારે સિયોલમાં યોંસી વિશ્વવિદ્યાલયમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ મહાસચિવ બાન કી મૂન પણ હાજર રહ્યા. પ્રતિમાના અનાવરણ બાદ આ નેતાઓએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી.

સિયોલની વિશ્વ વિદ્યાલયમાં મહાત્મા ગાંધીની પ્રતિમા(તસવીર સૌજન્યઃANI)

કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગાંધીજીની 150મી જન્મ જયંતિ પર વિશ્વના 155 દેશના ગાયકોએ તેમનું પ્રિય ભજન વૈષ્ણવ જન તો તેમને કહિએ ગાયું છે. હવે આ વૈશ્વિક વારસો બની ગયું છે જે અમારા માટે ગર્વનો વિષય છે. વડાપ્રધાને કહ્યું કે ગાંધીજી કોઈ એક યુગના બંધનમાં નથી બંધાતા. તેઓ આવનારા સમયમાં પણ આપણને પ્રેરણા આપતા રહેશે.

યોંસી વિશ્વવિદ્યાલયમાં મહાત્મા ગાંધીની એક પ્રતિમાના અનાવરણના અવસર પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગાંધીજીના વિચાર અને આદર્શ આપણને આતંકવાદ અને જળવાયુ પરિવર્તનના ખતરાથી બહાર આવવામાં મદદ કરવાની શક્તિ આપે છે. તેમણએ કહ્યું કે આ બે મુદ્દાઓ જ દુનિયા સામે સૌથી મોટા પડકારો છે.

વડાપ્રધાન મોદી ગુરુવારે સવારે દક્ષિણ કોરિયાના બે દિવસના પ્રવાસ પર પહોંચ્યા. આ વડાપ્રધાન મોદીની બીજી દક્ષિણ કોરિયાની યાત્રા છે. અહીં પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીએ સિયોલમાં ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત કરી. જે બાદ વડાપ્રધાને ભારત-દક્ષિણ કોરિયાના ઉદ્યોગતિઓના એક કાર્યક્રમને સંબોધન કર્યું. એ દરમિયાન તેમણે કહ્યું કે અને ન્યૂ ઈન્ડિયાના નિર્માણ માટે નવા સાથીની શોધ કરી રહ્યા છે. દક્ષિણ કોરિયા અમારું મહત્વનું સાથીદાર રહ્યું છે અને તે દેશના ટૉપ 10 ટ્રેડર્સમાં સામે છે.

south korea narendra modi mahatma gandhi