નરેન્દ્ર મોદીએ જાહેર કરી ભુતાનને ૪૫ અબજ રૂપિયાની આર્થિક સહાય

29 December, 2018 08:04 AM IST  | 

નરેન્દ્ર મોદીએ જાહેર કરી ભુતાનને ૪૫ અબજ રૂપિયાની આર્થિક સહાય

ભૂતાનના વડાપ્રધાન લોટે ત્શેરિંગ સાથે પીએમ મોદી

ભારતે ભુતાનની ૧૨મી પંચવર્ષીય યોજના માટે ૪૫ અબજ રૂપિયાની નાણાકીય સહાય જાહેર કરી છે. ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભુતાનના વડા પ્રધાન લોટે ત્શેરિંગ સાથે વ્યાપક વિષયો પર મંત્રણા કર્યા બાદ સહાયની જાહેરાત કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયા-સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે લોટે ત્શેરિંગ સાથે મંત્રણાનો મુખ્ય વિષય ભુતાન સાથે હાઇડ્રો પાવર ક્ષેત્રે દ્વિપક્ષી સહકાર મુખ્ય વિષય હતો અને મંગદેછુ પ્રોજેક્ટનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદી આજે વારાણસી-ગાઝીપુરની મુલાકાતે

લોટે ત્શેરિંગ ગુરુવારે દિલ્હી પહોંચ્યા હતા. ગયા મહિને ભુતાનની સાર્વત્રિક ચૂંટણીમાં લોટે ત્શેરિંગના પક્ષનો વિજય થયો હતો. વડા પ્રધાનપદનો અખત્યાર સંભાળ્યા બાદ લોટે ત્શેરિંગનો આ પ્રથમ વિદેશપ્રવાસ છે. લોટે ત્શેરિંગે જણાવ્યું હતું કે ચૂંટણીમાં વિજય બદલ તેમને અભિનંદન આપનારા કોઈ પણ દેશના પ્રથમ વડા નરેન્દ્ર મોદી છે. ત્શેરિંગે ભુતાનના વિકાસમાં સતત મદદરૂપ થવા બદલ ભારતનો આભાર પણ માન્યો હતો.

national news narendra modi bhutan