અબુ ધાબીમાં બીએપીએસ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહના આમંત્રણને ખુશીથી સ્વીકાર્યું મોદીએ

29 December, 2023 09:53 AM IST  |  Abu dhabi | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર આ મંદિરના અકાઉન્ટ પરથી પીએમ મોદીને આમંત્રણ આપતી કેટલીક ઇમેજીસ શૅર કરવામાં આવી છે

પીએમ મોદીને આમંત્રણ આપતી તસવીર

અબુ ધાબી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુએઈના અબુ ધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવા જશે. મંદિર તરફથી તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે. મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આવતા વર્ષે ૧૪ ફેબ્રુઆરીએ થશે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર આ મંદિરના અકાઉન્ટ પરથી પીએમ મોદીને આમંત્રણ આપતી કેટલીક ઇમેજીસ શૅર કરવામાં આવી છે. સાથે જ લખવામાં આવ્યું છે કે ‘પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીજી અને પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીને ગુરુવર્ય મહંત સ્વામીજી તરફથી અબુ ધાબી, યુએઈમાં આવતા વર્ષે ૧૪ ફેબ્રુઆરીએ બીએપીએસ હિન્દુ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને લોકાર્પણ સમારોહમાં ગૌરવશાળી ઉપસ્થિતિ માટે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ આમંત્રણને મોદીજીએ સહર્ષ સ્વીકાર્યું છે.’

narendra modi national news swaminarayan sampraday abu dhabi