ઈન્ટરિમ બજેટ પહેલા પિયુષ ગોયલને નાણાપ્રઘાન બનાવાયા

23 January, 2019 09:53 PM IST  | 

ઈન્ટરિમ બજેટ પહેલા પિયુષ ગોયલને નાણાપ્રઘાન બનાવાયા

પિયુષ ગોયલને નાણાપ્રધાનનું પદ

કેન્દ્રિય પ્રધાન પિયુષ ગોયલને કામચલાઊ નાણા પ્રધાનનો ભાર સોંપવામાં આવ્યો છે. પિયુષ ગોયલને નાણા સાથે કોર્પોરેટ મંત્રાલય પણ સોંપવામાં આવ્યું છે. ઈન્ટરિમ બજેટ જાહેર થવાના થોડા દિવસ પહેલા જ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. અત્યારના નાણાપ્રધાન અરુણ જેટલીને હાલ અન્ય કોઈ પદ સોંપવામાં આવ્યું નથી. અરૂણ જેટલીએ ગયા વર્ષે કિડની ટ્રાંસપ્લાન્ટ કરાવી હતી અને તેના મેડિકલ ચેક અપ માટે અમેરિકા છે. રાષ્ટ્રપતિ ભવનના પ્રવક્તા દ્રારા જાહેર કરવામાં આવ્યું હતું.

અરૂણ જેટલીના ભારત પરત ન ફરવાના કારણે રાષ્ટ્રપતિ ભવનના પ્રવક્તાએ પિયુષ ગોયલને નાણા પ્રધાન બનાવ્યા હોવાની જાહેરાત કરી હતી. પિયુષ ગોયલ રેલ અને કોલસા મંત્રાલયનો ભાર સંભાળી રહ્યાં છે. આ સાથે તેમને કામ ચલાઉ નાણા પ્રધાન અને કોર્પોરેટ મંત્રાલયનો ભાર પણ સોંપવામાં આવ્યો છે. અરુણ જેટલીની ગેરહાજરીમાં તેમને હાલ કોઈ પ્રધાન પદ આપવામાં આવ્યું નથી. અને તેમના પાછા આવ્યા પછી આગળના નિર્ણયો લેવામાં આવશે.