કચરાના ઢગલેઢગલા કરી વિનાશને આવકારતા ચારધામના યાત્રાળુઓ

23 May, 2022 09:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉત્તરાખંડની ચારધામ યાત્રામાં આ વર્ષે નોંધપાત્ર સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટ્યા છે.

કેદારનાથ તરફ જતા રૂટ પર પ્લાસ્ટિક વેસ્ટ અને કચરાના ઢગલેઢગલા. પી.ટી.આઇ.

કેદારનાથ ઃ ઉત્તરાખંડની ચારધામ યાત્રામાં આ વર્ષે નોંધપાત્ર સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટ્યા છે. જોકે આ શ્રદ્ધાળુઓમાં સ્વચ્છતાના અભાવના કારણે ત્યાં પર્યાવરણની સમસ્યા સર્જાઈ છે. તેઓ ગમે ત્યાં કચરો ફેંકતા હોવાના કારણે આ પવિત્ર ધામના રૂટ્સ પર કચરાના ઢગલેઢગલા જોવા મળી રહ્યા છે. નિષ્ણાતો અનુસાર આ રીતે કચરાના ઢગલા કરીને યાત્રાળુઓ વિનાશને આવકારી રહ્યા છે. 
ન્યુઝ એજન્સી એ.એન.આઇ. દ્વારા ટ્વીટ કરવામાં આવેલા ફોટોગ્રાફ્સમાં બરફથી ઢંકાયેલા પહાડોની પાસે વિશાળ જમીન પર અનેક ટેન્ટ્સ જોવા મળે છે. જોકે એ એરિયામાં પ્લાસ્ટિકની બૅગ અને બૉટલ્સ સહિત ખૂબ જ કચરાના કારણે ખૂબ જ ગંદકી પણ જોવા મળે છે. આ ફોટોગ્રાફ્સની સાથે કૅપ્શન લખવામાં આવી હતી કે ‘મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રામાં આવી રહ્યા છે ત્યારે કેદારનાથ તરફ જતા રૂટ પર પ્લાસ્ટિક વેસ્ટ અને કચરાના ઢગલેઢગલા.’

national news kedarnath