દિલ્હી હાઈકોર્ટમાં ‘વંદે માતરમ’ અને ‘જન ગણ મન’ને સમાન દરજ્જો આપવા દાખલ કરાઈ PIL

24 May, 2022 04:04 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

હાઈકોર્ટ પાસે તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં દરરોજ વંદે માતરમ અને જન ગણ મન ગાવા સંબંધિત નિર્દેશ માગવામાં આવ્યો છે

પ્રતીકાત્મક તસવીર

મંગળવારે દિલ્હી હાઈકોર્ટમાં રાષ્ટ્રગીત વંદે માતરમને ‘જન ગણ મન’ સમાન દરજ્જો આપવાની માગણી કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી એડવોકેટ અને ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાયે દાખલ કરી છે.

આ સાથે તેમણે હાઈકોર્ટ પાસે તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં દરરોજ વંદે માતરમ અને જન ગણ મન ગાવા સંબંધિત નિર્દેશ માગ્યો છે. જન ગણ મન એ ભારતનું રાષ્ટ્રગાન છે.

નોંધનીય છે કે રાષ્ટ્રગાન એ દેશનું તે ગીત છે જે તે દેશના રાષ્ટ્રીય મહત્વના તમામ પ્રસંગો પર ફરજિયાત રીતે ગાવામાં આવે છે, જ્યારે રાષ્ટ્રગીત દરેક પ્રસંગે ગાવાનું ફરજિયાત નથી. આપણા દેશનું રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ છે જ્યારે આપણું રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ છે.

અરજદાર અશ્વિની કુમાર ઉપાધ્યાય, પ્રેક્ટિસ કરતા વકીલ અને ભાજપના નેતાએ અરજીમાં કહ્યું છે કે “જન ગણ મનમાં વ્યક્ત થયેલી લાગણીઓ રાજ્યને ધ્યાનમાં રાખીને વ્યક્ત કરવામાં આવી છે. જોકે, વંદે માતરમમાં વ્યક્ત કરાયેલી લાગણીઓ રાષ્ટ્રના પાત્ર અને શૈલીને દર્શાવે છે અને સમાન આદરને પાત્ર છે. કેટલીકવાર, વંદે માતરમ એવા સંજોગોમાં ગાવામાં આવે છે જે અનુમતિપાત્ર નથી અને કાયદામાં કદી ગણી શકાય નહીં. જ્યારે વંદેમાતરમ વગાડવામાં આવે/ગાવામાં આવે ત્યારે આદર દર્શાવવો એ દરેક ભારતીયની ફરજ છે.”

national news delhi high court