માલદા રેલવે-સ્ટેશન પર ફેરિયાઓએ કરી RPF જવાનની હત્યા

26 May, 2015 03:31 AM IST  | 

માલદા રેલવે-સ્ટેશન પર ફેરિયાઓએ કરી RPF જવાનની હત્યા



RPFના જવાનો જ્યારે હૉકરોને હટાવતા હતા ત્યારે એક હૉકર જખમી થયો હતો અને એથી હૉકરો રોષે ભરાયા હતા અને તેમણે રેલવે-ટ્રૅક પરથી પથ્થરો ઉઠાવીને RPFના જવાનો પર મારવા શરૂ કરી દીધા હતા. એ પછી એક જવાનને હૉકરોએ ઘેરી લીધો હતો અને તેને ખૂબ માર માર્યો હતો. આ જવાનને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેણે અંતિમ શ્વાસ લીધા હતા. પોલીસે એ પછી ભીડને વિખેરવા માટે ૧૩ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. અત્યારે પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે.