પેટ્રોલ-ડિઝલના ભાવ ફરી 1 રૂપિયો ઘટે તેવી શક્યતા

12 November, 2014 09:06 AM IST  | 

પેટ્રોલ-ડિઝલના ભાવ ફરી 1 રૂપિયો ઘટે તેવી શક્યતા





નવી દિલ્હી : તા, 12 નવેમ્બર

વિક્રેતા કંપનીઓ આઈઓસી, બીપીસીએલ અને એચપીસીએલ વર્તમાન વૈશ્વિક બજારભાવોને ધ્યાનમાં લઈ ચાલુ સપ્તાહે ડિઝલ અને પેટ્રોલના ભાવ ઘટાડશે. નિયંત્રણ મુક્ત થયા પછી ગત જૂન મહિના બાદ અત્યાર સુધીમાં લગભગ 7મી વખત પેટ્રોલ-ડિઝલની કિંમત નીચે આવશે.

ગઈ કાલે મંગળવારે આંતરાષ્ટ્રિય બજારોમાં ક્રુડ ઓઈલનો ભાગ ઘટીને 82 ડોલર પ્રતિ બેરલ નોંધાયો હતો. જેના કારણે પેટ્રોલ અને ડિઝલ પર સરકાર દ્વારા આગામી ત્રણ દિવસમાં ઘટાડો જાહેર કરવામાં આવી શકે છે તેમ વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ગત 31 ઓક્ટોબરના રોજ કરવામાં આવેલા ભાવ ઘટાડા બાદ હવે ફરી એકવાર ગેસોલિન અને ડિઝલના આંતરરાષ્ટ્રિય ભાવ બેરલ દીઠ એકથી ત્રણ ડોલર ઘટ્યા હતાં. કિંમતો પરનો આ ભાવ ઘટાડો ગેસોલિન અને ડિઝલના છેલ્લા 15 દિવસના સરેરાશ ભાવ અને ડોલરની સરખામણીએ પૈસાના મૂલ્ય પર નિધારીત રહેશે.કંપનીઓ રાંધણ ગેસ પર થનારા નુંકશાનની પણ સમીક્ષા કરશે. નિયમ અનુસાર ઓઈલ કંપનીઓ પોતાના રિટેલ સેલિંગ પ્રાઈઝને રિવ્યુ હાથ ધરવાનો હોય છે જે અગામી શનિવારે કરવામાં આવશે. જેથી પેટ્રોલ-ડિઝલની કિંમતનો નિર્ણય પણ તે દિવસે જ લેવાશે તેમ સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

ભારતની સરકારી ઓઈલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ વૈશ્વિક બજારોમાં ઈંધણ તેલના ભાવને ધ્યાનમાં લઈને પેટ્રોલ અને ડિઝલની કિંમતોનો નિર્ણય લેશે. જ્યારે રાંધણ ગેસમાં ભાવ ઘટે તેવી શક્યતાઓ નહિવત છે. કારણ કે કંપનીઓને રાંધણ ગેસ પર નુંકશાન થઈ રહ્યું છે જેથી તે નુકશાનની સમીક્ષા હાથ ધરશે. 

ઈંધણ તેલમાં થતા ભાવ ઘટાડાની સીધી અસર મોંઘવારી પર પણ પડશે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પેટ્રોલ 2.41 રૂપિયા અને ડિઝલ 2.25 રૂપિયા સસ્તુ થયું હતું.