આવતા મહિનાથી પેટ્રોલના ભાવમાં ૧ રૂપિયાનો વધારો?

26 December, 2011 05:11 AM IST  | 

આવતા મહિનાથી પેટ્રોલના ભાવમાં ૧ રૂપિયાનો વધારો?

 

અમેરિકન ડૉલરની તુલનામાં રૂપિયાના સતત થઈ રહેલા ધોવાણને પગલે ઈંધણની આયાત પર ખર્ચો વધી રહ્યો હોવાથી કેન્દ્ર સરકાર આવતા મહિને પેટ્રોલના ભાવમાં એક રૂપિયાનો વધારો કરવાની યોજના બનાવી રહી છે. અમેરિકન ડૉલરની સામે રૂપિયો ૫૨.૭૦ પૈસા પર જઈ પહોંચ્યો છે એનાથી સરકારને તેમ જ ઑઇલ કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે એટલું જ નહીં, આંતરાષ્ટ્રીય બજારમાં ગૅસોલિનના ભાવમાં પણ વધારો થયો છે ત્યારે નુકસાન સહેવા કરતાં પેટ્રોલના ભાવમાં વધારો કરવો એવી યોજના સરકાર બનાવી રહી છે. જોકે બીજી તરફ ચૂંટણી આયોગે પાંચ રાજ્યોમાં ચૂંટણી જાહેર કરી છે ત્યારે ચૂંટણી સમયે પોતાનો રાજકીય ફાયદો કરી લેવા સરકાર કદાચ હાલપૂરતો ભાવવધારો કરવાનું ટાળે એવી શક્યતા પણ છે.