કેરળની હાઈ ર્કોટની મદદથી પેટ્રોલનો લેટેસ્ટ ભાવવધારો ઓછો થઈ શકે છે

05 November, 2011 07:40 PM IST  | 

કેરળની હાઈ ર્કોટની મદદથી પેટ્રોલનો લેટેસ્ટ ભાવવધારો ઓછો થઈ શકે છે

 

સરકારના એક મહત્વના સાથી પક્ષ તૃણમુલ કૉન્ગ્રેસે આ મુદ્દે વિરોધ કરવાની ધમકી આપી છે અને અન્ય સાથી પક્ષોએ પેટ્રોલના ભાવમાં વધારો કરવાના નિર્ણયની પુન: વિચારણા કરવા માટે જણાવ્યું છે ત્યારે સરકાર પર આ વધારો પાછો ખેંચી લેવા દબાણ વધી રહ્યું છે. એવા સંકેતો મળ્યા છે કે ગુરુવારથી પેટ્રોલમાં લિટરદીઠ જે ૧.૮૨ રૂપિયાનો વધારો થયો છે એમાં થોડો ઘટાડો થઈ શકે છે, પણ આ નર્ણિય વડા પ્રધાન મનમોહન સિંહ ફ્રાન્સમાં યોજાયેલી G-20 મંત્રણામાંથી પાછા આવે એ પછી લઈ શકાશે.

આ સિવાય વિધાનપરિષદે દાવો કર્યો હતો કે ભૂતપૂર્વ સંસદસભ્ય પી. સી. થૉમસની જાહેર હિતની અરજી રાજકીય હેતુથી પ્રેરિત છે, પણ ર્કોટે આ દાવાને ફગાવી દેતાં જણાવ્યું હતું છે કે રાજકારણમાં લોકોના હિતનો પણ સમાવેશ થાય છે અને એટલે આ અરજીનો સ્વીકાર કર્યો છે.