10 November, 2025 07:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
તહેવારોની મોસમ, બૅન્કોની ઑફર્સ અને ડિજિટલ ચુકવણીના વધતા સ્વીકારને કારણે ક્રેડિટ કાર્ડ ખર્ચ નવી ઊંચાઈએ પહોંચ્યો છે. ગ્રાહકોની ડિમાન્ડમાં વધારો થવાને કારણે ખરીદી અને ઑનલાઇન ચુકવણી માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધ્યો છે. એક અહેવાલ મુજબ સપ્ટેમ્બર ૨૦૨૫માં ક્રેડિટ કાર્ડ ખર્ચ ૨૩ ટકા વાર્ષિક વૃદ્ધિ સાથે ૨.૧૭ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે, જે ૨૦૨૦ પછીનું સૌથી ઉચ્ચ સ્તર છે. બૅન્કો દ્વારા આકર્ષક ઑફરો અને ઈ-કૉમર્સમાં ડિસ્કાઉન્ટે આ વૃદ્ધિમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. રિપોર્ટમાં જણાવાયું છે કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ક્રેડિટ કાર્ડની કુલ સંખ્યા ૧૦૬ મિલ્યન હતી જે વાર્ષિક ધોરણે ૭ ટકા વધીને ૧૧૩ મિલ્યન થઈ ગઈ છે. આ માસિક ધોરણે એક ટકાનો વધારો દર્શાવે છે. આનો અર્થ એ છે કે લોકો પહેલાં કરતાં વધુ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે.