વિકાસ દુબેના નિધન બાદ બિકરૂ ગામમાં મહોત્સવ, જુઓ તસવીરો

10 July, 2020 07:11 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

વિકાસ દુબેના નિધન બાદ બિકરૂ ગામમાં મહોત્સવ, જુઓ તસવીરો

તસવીર સૌજન્ય : ANI

વિકાસ દુબેના અપરાધોનો કાચ્ચો ચિટ્ઠો બિકરૂ ગામમાં થયેલા હત્યાકાંડ પછી ઉઘાડો પડી ગયો હતો. દરેક કિસ્સો એક-એક કરીને તેની દહેશત જણાવતો હતો. 10 જુલાઇની સવારે વિકાસ દુબેને એન્કાઉન્ટરમાં મારી નાખવામાં આવ્યો.

કાનપુરના બિકરૂ ગામમાં 3 જુલાઇના થયેલા હત્યાકાંડ બાદ વિકાસ દુબેની દરેક સ્થળે શોધ થઈ રહી હતી. 9 જુલાઇના મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં ધરપકડ અને 10 જુલાઇના વિકાસ દુબેનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું. વિકાસ દુબેની દહેશત તેના સંબંધી, ગામવાસીઓમાં પણ હતી. અપરાધનો આ કિસ્સો પૂરો થતાં જ બિકરૂ ગામના લોકો આનંદ ઉજવવા લાગ્યા. અહીં જુઓ તસવીરો

'આતંકના યુગનો અંત'
કાનપુરના બિકરૂ ગામમાં લોકોએ વિકાસ દુબેના એન્કાઉન્ટર બાદ મિઠાઇ વહેંચી. સ્થાનીય લોકોએ કહ્યું, 'આ આખું ક્ષેત્ર ખૂબ જ ખુશ છે. એવું લાગે છે કે આખરે અમે આઝાદ થઈ ગયા. આ આતંકના એક યુગનો ખાત્મો છે. દરેક વ્યક્તિ ખૂબ જ ખુશ છે.'

પોતાના પિતાના અપમાનનો આમ વાળ્યો વેર
સ્થાનિક લોકોનું કહેવું છે કે, વિકાસ શરૂઆતથી જ ક્રૂર હતો. 1990માં વિકાસે પોતાના પિતાના અપમાનનો વેર વાળવા માટે બાજુના ડિબ્બા નવાદા ગામમાં જઈને લોકોની ધોલાઇ કરી હતી.

...ત્યારે વિકાસે કર્યો ખૂબ જ જુલમ
ગ્રામીણો જણાવે છે કે 1992માં ગામમાં સાંપ્રદાયિક હિંસા થઈ હતી. વિકાસે અહીં ખૂબ જ જુલમ ગોધાર્યો હતો. કેટલા લોકો પોતાની યાદશક્તિ કોઈ બેઠાં તો કેટલાય આ સદમામાં ગુજરી ગયા.

ક્ષેત્રમાં સ્થિત ફેક્ટ્રિઓથી વસૂલી થયા કે પછી ચાલતા ટ્રક લૂટવા, વિકાસ દુબેના જીવનનો મહત્વનો ભાગ હતો. કહેવામાં આવી રહ્યું છે કે અમુક સમય પહેલા ગામમાં પાણીના નળ નહોતા. મજબૂરીમાં લોકોએ વિકાસ દુબેના ઘરની નજીક બનેલા કૂવાંમાંથી પાણી ભરવા જવું પડતું હતું. આ માટે વિકાસ દુબે પરવાનગી આપતો હતો. કહેવામાં આવે છે કે જો વિકાસ દુબેની પરવાનગી લેવામાં ન આવે તો તે તેની ખરાબ રીતે ધોલાઇ કરતો.

national news Crime News uttar pradesh madhya pradesh ujjain