PCO પરથી કૉલ કરવા હવે ફોટો આઇડેન્ટિટી કાર્ડ ફરજિયાત

14 December, 2012 03:26 AM IST  | 

PCO પરથી કૉલ કરવા હવે ફોટો આઇડેન્ટિટી કાર્ડ ફરજિયાત



અત્યારે મોબાઇલનો છૂટથી ઉપયોગ થતો હોવા છતાં ઓળખ છુપાવવા પીસીઓ, એસટીડી અને આઇએસડીનો ઉપયોગ કરવામાં આવે છે. શંકાસ્પ્ાદ આતંકવાદીઓ પણ એનો ઉપયોગ કરી શકે છે, જ્યારે કેટલાક લોકો અફવા ફેલાવવા માટે અને કેટલાક વ્યક્તિગત દુશ્મનીને કારણે બદલો લેવા એનો ઉપયોગ કરે છે એટળે ફોન કરવા આવતા લોકોની માહિતી રજિસ્ટરમાં લખી મેઇન્ટેઇન કરવા પોલીસે પીસીઓ ઓનર્સને આદેશ આપ્યો છે. પીસીઓ ઓનર્સ અને જે દુકાનોમાં પીસીઓ, એસટીડી અને આઇએસડી લગાડવામાં આવ્યાં છે એ તમામે આ રજિસ્ટર મેઇન્ટેઇન કરવું પડશે અને પોલીસ એનું સમયાંતરે ચેકિંગ કરશે.

પીસીઓ = પબ્લિક કૉલ ઑફિસ

એસટીડી = સબસ્ક્રાઇબર ટ્રન્ક ડાયલિંગ

આઇએસડી = ઇન્ટરનૅશનલ સબસ્ક્રાઇબર ડાયલિંગ